ભૂજ: આધારકાર્ડ (યુનિક આઈડી કાર્ડ) હવે તમામ સરકારી કામોમાં ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે ત્યારે કચ્છના નલિયામાંથી ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલા પાસેથી પણ આધારકાર્ડ મળી આવ્યું હતું.
ભારતનાં નાગરિકની ઓળખ ભારતીય તરીકે રહે તે માટે કેન્દ્ર સરકારે શરૂ કરેલ યુનિક આઇડી કાર્ડ-આધાર કાર્ડ હવે એજન્સીની લોલમલોના કારણે વિદેશી નાગરિકોને ભારતીય નાગરિક બનાવીને રાષ્ટ્રદ્રોહનું કૃત્ય આચરી રહી હતી.
કચ્છમાં ગત મહિને ભૂજમાંથી ઝડપાયેલ બાંગ્લાદેશી મહિલાએ નલિયામાં આધારકાર્ડ બનાવ્યાનું ખુલ્યા બાદ પશ્ર્ચિમ કચ્છ એસઓજીએ માધાપરમાંથી ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતીએ માધાપર ભુજમાંથી આધારકાર્ડ બનાવ્યાનું ખુલ્યું છે. એસઓજી પોલીસે ર૦ વર્ષીય બાંગ્લાદેશી યુવતી રઝિયા મહમદખાલેક ગાજીની ધરપકડ કરી હતી. આ યુવતીને પોતાના ઘરમાં પત્ની તરીકે રાખનાર અને આધારકાર્ડ બનાવી આપનાર માધાપરા નવાવાસમાં રહેતા સતુભા સ્વરૂપસિંહ સોઢાની ધરપકડ કરીને એસઓજીએ રઝિયા તેમ જ સતુભાની પૂછપરછ હાથ ધરી હતી. તપાસનો રેલો આધારકાર્ડની એજન્સી તરફ લંબાય તેવી શકયતા છે.