E-Vehicles Launch : પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 49 ઇ-વ્હિકલનું ઘન કચરા વ્યવસ્થાપન માટે લોકાર્પણ
આ વર્ષે રાજ્યકક્ષાની મુખ્ય પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપી જિલ્લામાં યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 240 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
જિલ્લાને સ્વચ્છતા અને પર્યાવરણ મૈત્રીના માર્ગ પર આગળ વધારવા માટે 49 ઇ-વ્હિકલનું લોકાર્પણ તાપી જિલ્લામાં કરવામાં આવ્યું
તાપી, શનિવાર
E-Vehicles Launch : 76મા પ્રજાસત્તાક પર્વના આ વિશેષ અવસરે સમગ્ર ભારત દેશભક્તિના રંગે રંગાયેલું છે. ગુજરાત રાજ્યમાં પણ ઠેર-ઠેર પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ વર્ષે રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી તાપી જિલ્લામાં થશે, જ્યાં 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય પર્વની ઉજવણી પૂર્વે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે.
આ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી જિલ્લાના પ્રજાજનો માટે રૂ. 240 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જે પ્રગતિ અને સુખાકારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ તાપી જિલ્લાને સ્વચ્છ અને પર્યાવરણહિતેક્ષી બનાવવા માટે ઘન કચરા વ્યવસ્થાપન માટે 49 ઇ-વ્હિકલનું લોકાર્પણ કર્યું.
વિશેષ રીતે ઉચ્છલ તાલુકાના 7 ગામો માટે, સોનગઢના 12 ગામો માટે, વ્યારાના 10, ડોલવણના 5, નિઝરના 5, કુકરમુંડાના 4 અને વાલોડ તાલુકાના 5 ગામો માટે આ 49 ઇ-વ્હિકલ તહેનાત કરવામાં આવશે. આ પર્યાવરણમૈત્રી પગલાં તાપી જિલ્લામાં ઘન કચરા વ્યવસ્થાપન માટે ઇ-રીક્ષા માધ્યમથી નવું યુગ લાવશે.