એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ના રડાર માં આવી ગયેલા અમદાવાદ અને સુરત ના જાણીતા અરડોર ગ્રૂપનું મસમોટું હવાલા કૌભાંડ બહાર આવતા સનસનાટી મચી ગઇ છે અને આ કૌભાંડ માં સામેલ મોટી ટોપચીઓ ને પકડી પકડી ને અંદર કરી દેવામાં આવતા ચિટર ટોળકી માં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે આ ગ્રુપની રૂ. 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
વિગતો મુજબ અરડોર ગ્રૂપે બોગસ દસ્તાવેજોને આધારે બેંકો પાસેથી કરોડોની લોન લઈને હવાલા કૌભાંડ આચર્યુ હોવાનું તપાસ માં બહાર આવ્યું છે. આ ચિટર ટોળકી બેંકની કરોડની લોન રિપેમેન્ટ નહોતી કરી તેની સામે ઇડીએ કંપનીના ચેરમેન ભરત શાહ, ડિરેકટર ફેનિલ શાહ અને ગીતા શાહની ધરપકડ કરી છે.
અરડોર ગ્રૂપના ચેરમેન અને ડિરેક્ટરોએ બેન્કો પાસેથી બોગસ દસ્તાવેજોના આધારે કરોડની લોન મેળવી તેનું રિપેમેન્ટ નહીં કરવાના કેસમાં સીબીઆઈ બાદ અમદાવાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આ અંગે સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી. સીબીઆઈએ તપાસ EDને સોંપતા ઇડીએ અમદાવાદના સેટેલાઇટ, નવરંગપુરામાં આવેલી અરડોર ગ્રૂપની બે ઓફિસોને ટાંચમાં લીધી છે. ઉપરાંત આંબલી, બોપલ, સાઉથ બોપલ અને શીલજ વિસ્તારમાં 17 પ્લોટને પણ ટાંચમાં લીધા હતા. આ સાથે EDએ અમદાવાદના સાયન્સ સિટી અને એસજી હાઈવે પર આવેલા દુકાન અને રેસિડેન્સિયલ પ્લોટને ટાંચમાં લીધા છે. ઉપરાંત સુરતમાં ગ્રૂપની બે ઓફિસો, 6 રેસિડેન્સિયલ પ્લોટ અને નોન એગ્રીકલ્ચરલ જમીન જપ્ત કરી છે.
EDની તપાસ દરમ્યાન, સુરતમાં રહેતા તેમના સંબંધીઓના નામે પણ અનેક સંપત્તિઓ છે. આ ઉપરાંત મુંબઇ અને દિલ્હીની તેમની ઓફિસો પણ જપ્ત કરી લેવામાં આવી છે આમ ઈડી ની તપાસ દરમ્યાન બે નંબરી વહીવટ સામે આવતા તેની સાથે સંકળાયેલા તત્વો માં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
Tuesday, May 14