Education Minister Praful Panseria: બાળકોમાં મોબાઇલ વળગણ અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાનું મહત્વપૂર્ણ નિવેદન
બાળકોની સાથે વાલીઓ પણ મોબાઈલના પ્રભાવ માટે જવાબદાર
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કડક ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે
Education Minister Praful Panseria: રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ બાળકોમાં મોબાઈલના વધતા વળગણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ એક ગંભીર સામાજિક દુષણ બની ગયું છે, અને એ માટે બાળકો સાથે સાથે વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. ઘરમાં નિયમિત રીતે મોબાઈલનો ઉપયોગ કરવાનો પરિણામ એ છે કે, બાળકો પણ તેમાં વ્યસ્ત રહીને આ પરિસ્થિતિમાં ફસાઈ જાય છે.
પ્રફુલ પાનસરિયાએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, “મોબાઈલ અને સોશિયલ મિડીયાની આદત સૌપ્રથમ ઘરના વાતાવરણ પર નિર્ભર કરે છે. વાલીઓએ ઘરમા મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા માટે સંકલ્પ લેવું જોઈએ.”
તેમણે આગળ જણાવ્યું કે, શિક્ષણ વિભાગ આ મુદ્દે કડક માર્ગદર્શિકા તૈયાર કરી રહ્યો છે. “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ગાઈડલાઇનને અમલમાં લાવવામાં આવશે. વાલીઓ માટે આ એક અવસર છે, જેઓ તેમના બાળકોના ભવિષ્ય માટે વધુ સકારાત્મક અસર કરી શકે છે.”
અંતે, મંત્રીએ કહ્યું કે, “શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે રમતગમત અત્યંત મહત્વપૂર્ણ છે, અને સ્કૂલમાં આ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરવી જરૂરી છે.”