વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની 16મી એ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે . ત્યારે ચૂંટણી નો માહોલ હશે પણ આચાર સંહિતા નહિ હોય , કારણકે મુખ્ય ચૂંટણી કમિશનરે આજે સંભવિત હોવા છતાં ચૂંટણી ની જાહેરાત કરી નથી .
આજે યોજાયેલી પ્રેસ કોન્ફરેન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર એ .કે જ્યોતિએ ગુજરાતની ચૂંટણી ની તારીખો જાહેર કરી નથી , પરંતુ સંકેતો આપ્યા છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારી થઇ ગઈ છે પરંતુ જાહેરાત આવનારા થોડા દિવસો માં થશે .
રાજકીય પંડિતો નું માનવું છે કે વડાપ્રધાન મોદી 16 ઓક્ટોબરેની મુલાકાત બાદ દિવાળી માં ચૂંટણી તારીખો જાહેર થઇ જશે આમ ગુજરાતમાં દિવાળી દરમ્યાન સુતળી બૉમ્બ ની સાથે સાથે ચૂંટણી બૉમ્બ પણ ફુટશે . અને જેના ધડાકા રાજકીય પક્ષો ની કચેરી માં વધુ સુંભળાશે ..