ગુજરાતની જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના આજે જાહેર થઈ રહેલા પરીણામના આઠમાં રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાની લીડમાં ઘટાડો થયો છે, જેમાં 2000 મતનો ઘટાડો નોંધાયો છે.
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં પરીણામના જાહેરાચના પ્રથમ રાઉન્ડથી જ ભાજપના કુંવરજી બાવળીયા લીડ મેળવી રહ્યા હતા. જેમાં સામે કોંગ્રેસના અવસર નાકિયાની લીડ ઓછી હતી. જો કે આઠમાં રાઉન્ડમાં કુવરજીની લીડ ઘટતા આ પરીણામ ખુબ રસાકસી વાળું જોવા મળી રહ્યું છે.