શહેરમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં ભાજપના નીતિન રામાણી વિજેતા થયા છે. ભાજપના ઉમેદવાર નીતિન રામાણી 6317 મતથી વિજયી થયાં છે. નીતિન રામાણીએ અપક્ષ ઉમેદવાર સંજય વાઘેલાને મ્હાત આપી છે. મહત્વનું છે કે 58 હજાર 569 મતદારમાંથી માત્ર 18 હજાર 228 મતદારોએ જ મતદાન કર્યું હતું.
રાજપીપળા, સૂત્રાપાડા અને ભાવનગરની ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. રાજપીપળા પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી છે. કોંગ્રેસના ચંદ્રિકા વસાવાને 1341 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર હીનલ વસાવાને 1196 મત મળ્યા. રાજપીપળા નગરપાલીકામાં ચંદ્રિકા વસાવાની 145 મતથી જીત થઈ છે. ભાવનગરની પાલીતાણામાં વોર્ડ નંબર-3ની પેટાચૂંટણીમાં 294 મતે કોંગ્રેસની જીત થઈ. કોંગ્રેસના ઉમેદવાર અનવર સોહિલની 200 મતથી જીત થઈ છે.