ગાંધીનગરમાં માજી સૌનિકો પોતાની પડતર માગણીઓને છેલ્લા 6 દિવસથી ગાંધીનગર ધામા નાંખી બેઠા છે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે થોડાક દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે માજી સૌનિકોની બેઠક મળી હતી જેમાં કેટલીક માગણીઓ રાજ્યસરકાર સહમતી દર્શાવી અને કેટલીક પર ન દર્શાવતા આખરે માજી સૌનિકો ફરી એક મેદાને ઉતાર્યા છે.
આજે સચિવાલય ખાતે માજી સૌનિકોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે અને સચિવાલયનું ઘેરાવ કરવા સૌનિકો પહોંચ્યા છે જો કોઇ ઘર્ષણની સ્થિતિ ન સર્જાઇ તે માટે પહેલાથી ગાંધીનગરમાં રેપિડ એકશન ફોર્સ , પોલીસ સહિતનો કાફલો મોટી સંખ્યામાં સચિવાલય ખાતે ખડકી દેવામાં આવ્યા છે, આજે વિધાનસભા સચિવાલયનું ઘેરાવ કરવાની તેમની તૈયારી હતી કે જોકે ઉચ્ચઅધિકારીઓ અને માજી સૌનિકોના સમજાવટથી તેઓ પોતાની કેમ્પ તરફ ફર્યા છે હાલ ગાંધીનગર પોલીસ છાવણીમાં તબદીલો થઇ ચુક્યો છે અને કોઇ અઇચ્છનિય બનાવ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.