Faceless learning license Gujarat: આધાર આધારિત e-KYCથી ઓળખ ચકાસણી થશે
Faceless learning license Gujarat: ગુજરાત સરકારે વાહનચાલકો માટે મોટી રાહત લાવી છે. હવે RTO કચેરીમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાને બદલે ઘરના આરામદાયક વાતાવરણમાં ડ્રાઈવિંગ લર્નિંગ લાઈસન્સ મેળવવું શક્ય બનશે. 7 જુલાઈ, 2025થી રાજ્યમાં ફેસલેસ લર્નિંગ લાઈસન્સ સેવા શરૂ થઈ રહી છે, જેમાં અરજદારો e-KYC અને ઓનલાઇન પરીક્ષા દ્વારા ઘરે બેઠા લાઈસન્સ મેળવી શકશે.
લર્નિંગ લાઈસન્સ મેળવવાની નવી પ્રક્રિયા શું છે?
આ નવી ડિજિટલ સેવા હેઠળ, અરજદારોને આરટીઓ કચેરી જવાની જરૂર નહીં રહે. તેઓ ઑનલાઇન પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે, જ્યાં આધાર આધારિત ઓળખ ચકાસણી પછી ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી પર આધારિત ટેસ્ટ આપવો પડશે.
પરીક્ષા પાસ પછી મળે ડિજિટલ લાઈસન્સ
ટેસ્ટ સફળતાપૂર્વક પછી લર્નિંગ લાઈસન્સ ડિજિટલ ફોર્મેટમાં જાહેર કરવામાં આવશે, જે અરજદારના ડાઉનલોડ માટે ઉપલબ્ધ રહેશે. જો કે પાક્કું ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે RTO કચેરીની મુલાકાત ફરજિયાત રહેશે.
ગ્રામિણ વિસ્તારના લોકો માટે આ નવી સેવા કેવી રીતે છે લાભદાયક?
દર વર્ષે લાખો નાગરિકો લર્નિંગ લાઈસન્સ માટે અરજી કરે છે. આવા સમયે લોકોનો સમય બચાવવો અને સરળતાથી સેવા આપવી એ મહત્વની બાબત બને છે. ખાસ કરીને દૂરસ્થ વિસ્તારોના લોકો માટે આ ફેસલેસ સેવા વરદાનરૂપ સાબિત થવાની છે.
ઘરે બેઠા લાઈસન્સ મેળવવા માટે શું જરૂરી છે?
લૅપટોપ, કમ્પ્યુટર અથવા સ્માર્ટફોન
કેમેરો અથવા વેબકૅમ
હાઇ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન
સાફ ફ્રન્ટ કેમેરાવાળું મોબાઇલ (જેથી ચહેરાની ઓળખ થઈ શકે)
એપ્લિકેશન પ્રક્રિયા સ્ટેપ-બાય-સ્ટેપ
www.parivahan.gov.in પર જાઓ
આધાર કાર્ડ દ્વારા e-KYC ઓળખ ચકાસણી કરો
એપ્લિકેશન બાદ 7 દિવસમાં રોડ સેફ્ટી ટ્યુટોરિયલ અવશ્ય જુઓ
ટ્રાફિક નિયમોનું ઓનલાઇન ટેસ્ટ આપો
ટેસ્ટ પાસ થયા બાદ ડિજિટલ લાઈસન્સ ડાઉનલોડ કરો
કેટલાક ઉમેદવારો માટે શું રહેશે મર્યાદા?
16 થી 18 વર્ષની વયના ઉમેદવારોએ વાલીનું સહીયુક્ત કન્સન્ટ ફોર્મ અપલોડ કરવું પડશે
દિવ્યાંગ ઉમેદવારો માટે ફેસલેસ પ્રક્રિયા લાગુ નહીં પડે – તેમને RTO કચેરી જવાની રહેશે ફરજ
જો દિવ્યાંગ ઉમેદવાર સામાન્ય પદ્ધતિથી લાઈસન્સ લેશે અને પકડાશે તો લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે
ફેસલેસ સેવા ચાલુ રહેશે પણ પરંપરાગત રીત પણ ઉપલબ્ધ
અધિકારીઓએ જણાવ્યા મુજબ, આ નવી ફેસલેસ પદ્ધતિ સાથે સાથે RTO કચેરીથી પરંપરાગત રીતે લાઈસન્સ મેળવવાની રીત યથાવત રહેશે. જેથી ટેકનિકલ મુશ્કેલીનો સામનો કરનારા ઉમેદવારો માટે વિકલ્પ ખુલ્લો રહેશે.
ગુજરાત સરકારની આ પહેલ ઇ-ગવર્નન્સ તરફનું એક મોટુ પગલુ છે. હવે લાઈસન્સ મેળવવું વધુ પારદર્શક, ઝડપી અને સરળ બનશે, ખાસ કરીને યુવાનો અને ડિજિટલ નાગરિકો માટે.