એમડી દ્રારા કરવામાં આવેલી હવામાનની આગાહી અનુસાર ઓખી વાવાઢોડાને કારણે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની ષક્યતા છે. ગુજરાતના અને વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડુતોને આ કમોસમી વરસાદને કારણે પોતાના પાકને નુકશાન પહોંચવાની ચિંતા છે. બગડતા વાતાવરણના કારણે સૌરાષ્ટ્રમાં જીરા અને કોથમીરના પાકને નુકશાન પહોંચશે. આ પાકની વાવણી એક મહિના પહેલા જ કરવામાં આવી છે. અને તેની લલણી માટે પણ હજી એક મહિના બાદ થાય. જ્યારે જીરૂ અને કોથમીર ઘણાં સંવેદનશીલ પાક છે. અને આવા વાતાવરણમાં ઘણાં જલ્દી રોગ લાગી જાય છે.
જ્યારે એગ્રીક્ચર ડિપાર્ટમેન્ટના ડિરેક્ટરો પણ આ કમોસમી વરસાદ ઘઉં અને ચણાની વાંવણી માટે મદદરૂપ સાબિત થાશે અન્ય પાકોની વાવણી થઇ ગઇ છે માટે બની શકે કે આ વાતાવરણને કારણે તેમાં ઉપદ્રવ થાય અને જીરાંમાં આ શક્યતા ઘણી વધારે છે.