રાજકોટમાં કટકીકાંડ મામલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે દક્ષીણ રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના ગૃહરાજ્યમંત્રીને લખેલા લેટરબોમ્બે સમ્રગ રાજકોટ પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો હતો જેને લઇ ગૃહવિભાગ દ્ગારા મનોજ અગ્રવાલ વિરુદ્ગ ખાતાકીય તપાસ કરી અંતે બદલી કરવાના આદેશ હાથધરાયા હતા અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટ પોલીસ કમિશનરનો પદ ખાલી પડ્યુ જેમાં રાજકોટના JCP ખુરર્શીદ અહેમદને વધારાનું ચાર્જ સોપી હંગામી ધોરણે ચાર્જ સોપાયું હતું.
આગામી દિવસોમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જોતો રાજ્યસરકારે નવા IPS અધિકારીને રાજકોટ પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવને નિમણૂંક કરાયા છે. વર્ષ 1995ના IPS બેચના અધિકારી છે રાજુભાર્ગવ આવતીકાલથી રાજુભાર્ગવ કમિશનરનો ચાર્જ સંભાળશે રાજુભાર્ગવ આ અગાઉ ADGP હથિયારી એકમોનો હવાલો સંભાળતો હતા અને હવે ADGP હથિયારી એકમોનો વધારાનો ચાર્જ પ્રફુલ્લ રોંશન સોંપાયો છે,રાજકોટ કમિશનરના વધારાના ચાર્જ સાથે JCP ખુરર્શીદ અહેમદથી વધારાનુ ચાર્જ પાછો લેવાયો છે.