આજે નવરાત્રિનું પ્રથમ નોરતો છે અને છેલ્લા બે વર્ષ કોરોનાકાળ બાદ આ પ્રથમ નવરાત્રિ ઉજવાતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ આજથી માતાજીના ગરબે ઘુમવા ખેલૈયાઓએ તમામ તૈયારીઓ આદરી દીધી છે અને માં અંબાની આરાધનામાં આજે આરતી બાદ ગરબાનું શુંભારંભ કરવામાં આવશે અને આજે નવરાત્રિનું પ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ખોડલધામના પ્રમુખ નરેશપટેલે આરતી કરી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું જેમાં નરેશ પટેલ સાથે ખોડલધામના ટ્રસ્ટી સહિત સમાજના અગ્રણીઓ અને ધારાસભ્ય લલિત વસાયો પણ ઉપસ્થિત રહ્યા હતા પદયાત્રામાં શ્રદ્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ખોડલધામ ખાતે ધ્વજારોહણ પણ કરવામાં આવશે. આજે સમ્રગ ગુજરાતમાં વિશ્વ વિખ્યાત ગરબાનું શુભારંભ થશે જેને લઇ લોકોમાં ભારે હરખ જોવા મળી રહ્યો છે અને ગરબાના તાલે થનગની રહ્યા છે