રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરની મહિનાઓ બાકી રહ્યા છે ચૂંટણીના પગલે તમામ રાજ્કીય પક્ષોએ કમરકસી છે.સત્તાપક્ષ ભાજપ ચૂંટણીને ભલે બહારથી શાંત દેખાતો હોય પરંતુ પાર્ટીની આંતરિક તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ વખતે ગુજરાતમાં 150 પ્લસ બેઠકોના લક્ષ્યાંક સાથે ભાજપ મેદાનમાં ઉતરશે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના 150 પ્લસ બેઠકના સપનાને બળ આપવા આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત ભાજપ ગઢ માનવમાં આવે છે. અને તે ગઢ ગાંબડુ પાડવા આમ આદમી પાર્ટી એકશન મોડમાં જોવા મળી રહી છે.
ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે જેમાં ભાજપ કોંગ્રેસ સાથે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે, ચૂંટણી પહેલા તમામ ભાજપના ધારાસભ્ય સક્રિય જોવા મળી રહ્યા છે આ વખતે નો રિપીટ થિયરીનો પણ જોખમ તોળાઇ રહ્યો છે એટલે કેટલાક દિગ્ગજ નેતાઓની સીટ ખતરામાં છે તે વચ્ચે રાજ્યના પર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ નિવેદન આપ્યુ છે આ વખતે ચૂંટણી લડવી કે નહી પાર્ટી જે નિર્ણય લેશે તે મુજબ કામ કરીશું હું પાર્ટીનું એક કાર્યકર્તા છું અને ભાજપને ફરી સત્તા પર લાવવા પત્યનશીલ રહીશ નોંધનીય છે કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વચ્ચે આંતિરક ગજગ્રાહ જગજાહેર છે જયારે પાટીલ રાજકોટની મુલાકાતે હતા ત્યારે વિજયરૂપાણી સુરત જોવા મળ્યા હતા એટલે ભાજપમાં પણ બે જુથો સક્રિય જોવા મળી રહ્યા છે,
વડોદરાના વઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છેલ્લા 6 ટર્મથી ભાજપમાંથી ચૂંટણી લડી જીતતા આવી રહ્યા છે અને આ વખતે પણ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે. જો કે હજુ નક્કી નથી ભાજપ ટિકિટ રિપીટ કરશે નો રિપીટ થિયરીની પોલીસી લાગુ પડશે તે આગામી સમય બતાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઇ ભાજપના કાર્યકરોમાં એક નવી ઉર્જા જોવા મળી રહી છે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી અગેં રણનિતી ઘડશે અને કેવી રીતે ચૂંટણી જીતવી તે અંગે જરૂરી માર્ગદર્શન પૂર પાડશે