રાજકોટમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા જન્માષ્ટીએ નિમિત્તે શહેરમાં 38 શોભાયાત્રનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં સાધુંસંતો, મહંતો ધર્મસભા યોજાઇ હતી જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને રાજકોટના દિગ્ગજ નેતા વજુવાળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા છે તેમણે PM મોદની તુલના ભગવાન શ્રી કુષ્ણ સાથે કરી છે વજુભાઇ વાળા આટલાથી પણ અટક્યા ન હતા તેમણે વધુમાં કહ્યુ કે PM મોદી અનિષ્ટ દુર કરતા હોય છે આર્દશ ભારતીય સંસ્કૃતિને નરેન્દ્રમોદી આગળ વધારી છે અનિષ્ટનું સંહાર અને નારી સશકિતકરણ સંદેશો તેઓ પહોંચાડી રહ્યા છે.
તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ કે PM નરેન્દ્ર મોદી જે કંઇ પણ વાત કરે છે તે ભારતીય સંસ્કૃતિને સબળ બનાવાની વાત છે 15 ઓગસ્ટે એમણે કહ્યુ કે દેશમાંથી ભ્રષ્ટ્રાચાર નાબુદ થવો જોઇએ દેશની અંદર સ્ત્રીઓને ખૂબ જ સર્વક્ષણ આપવું જોઇએ અને સગાવાદ નાબુદ થવુ જોઇએ કૃષ્ણ ભગવાને કોઇ દિવસ સગાવાદને પોત્સાહિત કર્યુ નથી સગાવાદને નાબુદ કરી ભ્રષ્ટ્રાચારને નાબુદ કરી સ્ત્રીસશક્તિકરણ થાય એ ભાવનાની જે વાત કરી છે તે ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે
તેમણે કહ્યુ કે પ્રજા બધું જાણે છે કે કંઇ પાર્ટી કેટલુ કર્યુ છે ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજાની સુખાકારી વિચારે છે ગુજરાતમાં 182 બેઠક અઘરી છે પણ અશક્ય નથી તમામ કાર્યકરો અને જનતા મહેનત કરશે તો આ પણ શક્ય બની રહેશે તેમણે ગુજરાતના રાજકારણમાં આવેલા ત્રીજા રાજકીય પક્ષ AAP મુદ્દે કહ્યું હતું કે ગુજરાતમાં ભલે ચોથો કે પાંચમો પક્ષ આવે, પણ સત્તામાં ભાજપ જ આવશે.