જામનગરના મોરકંડા ગામમાં એક યુવકની પોલીસને બાતમી આપવાની શંકાના આધારે હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જામનગરના મોરકંડા ગામના ધાર વિસ્તારમાં શુક્રવારે એક યુવકની તેના જ મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હતી.
મૃતકે તેના અન્ય મિત્રોને પોલીસને જાણ કરવાની અને ક્યારેક ગામમાં પોલીસને બોલાવવાની વાત કહી હતી. હુમલાખોરને આ વાતની જાણ થતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ પંચકોશી બી ડીવીઝન પોલીસના કાફલા ઉપરાંત ડીએસપી, એલસીબી ઘટના સ્થળે પહોંચી હુમલાખોર મિત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
જામનગરના કલાવર નાકા બહાર થેબા ચોક વચ્ચેના રોડ પર આવેલા મોરકંડા ગામના ધાર વિસ્તારમાં શુક્રવારે રાત્રે મિલન રમેશભાઈ સીતાપરા નામના શખ્સે સુરેશ ઉર્ફે ગડા નામના 24 વર્ષીય યુવક પર લોખંડના હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ સુરેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટના બાદ પોલીસ કાફલો ત્યાંથી રવાના થયો હતો અને પોલીસે સુરેશ ઉર્ફે ગડાની લાશને પોતાના કબજામાં લઈ પીએમ માટે પ્રાથમિક તપાસ માટે મોકલી આપી હતી. ગુલાબનગર વિસ્તારના રહેવાસી સુરેશ ઉર્ફે ગડાએ થોડા દિવસો પહેલા તેના મિત્રને કહ્યું હતું કે સુરેશ પોતે પોલીસને કેટલાક કેસની જાણ કરતો હતો અને દરોડા પાડતો હતો. જ્યારે મિલનને આ વાતની ખબર પડી તો બંને વચ્ચે ઝઘડો થયો. એક જમાનામાં મિલન અને સુરેશ પણ મિત્રો હતા.
બંને વચ્ચે બોલાચાલી બાદ ગત રાત્રે મોરકંડા ધાર પાસે વેલનાથ ચોકમાં મિલને સુરેશ સાથે બોલાચાલી બાદ હુમલો કર્યો હતો. જે બાદ સુરેશ ગંભીર રીતે ઘાયલ થઈને લોહીના ખાબોચિયામાં નીચે પડી ગયો હતો. આ પછી હુમલાખોર મિલન રમેશભાઈ નાસી છૂટ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે આઈપીસી 302, 135 (1) હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.