Adani Hospital: જી.કે.જન. અદાણી હોસ્પિ.ના આંખ વિભાગના તબીબોએ મોંઘા ભાવના વિનામૂલ્યે ઇંજે.આપી યુવાનને રોશની પરત આપી
જી. કે. જનરલ અદાણી હોસ્પિટલમાં યુવાનની આંખના પડદામાં ફેલાઈ ગયેલા ડાયાબિટીસને કારણે નેત્ર જ્યોતિ ચાલી ગયા બાદ ખાસ પ્રકારના ઇન્જેક્શનના આંખમાં આપી રોશની પુનઃ પ્રસ્થાપિત કરી યુવાનને દેખતો કર્યો હતો.
જી.કે.ના આંખ વિભાગના તજજ્ઞ ડો.અતુલ મોડેસરાના જણાવ્યા મુજબ ધાણેટીના ૩૬ વર્ષીય નરેન્દ્રભાઈને લાંબા સમયથી ડાયાબિટીસ હતો. જેની માત્રા ૩૦૦ થી ૪૦૦ની આસપાસ રહેતી હતી. આ ડાયાબિટીસ આંખમાં પ્રસરી જતાં આવા સંજોગોમાં તેની દ્રષ્ટિ ચાલી ગઈ હતી જેને લાંબો સમય થઈ ગયો હતો.
દર્દીએ ખાનગી હોસ્પિટલનો સંપર્ક સાધ્યો ત્યાર બાદ જી.કે. માં આવ્યા ત્યારે તેનું ડાયાબિટીસ રેટીનો પરથી નિદાન થયું. દરમિયાન આવા રોગ માટે હોસ્પિટલમાં બેવાસીઝુમેબ નામના મોંઘા ભાવના ઇન્જેક્શન વસાવવામાં આવ્યા હોવાથી તેના બે ડોઝ આપ્યા બાદ આંખનું તેજ એ યુવાનને ફરીથી પ્રાપ્ત થયું હતું. એમ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન લાભાર્થી દર્દીના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં વધુ ખર્ચ પરવડે તેમ ન હોવાથી જી. કે. નો સંપર્ક કર્યો અને મને વિનામૂલ્યે મારી આંખ પછી મળી. આ સારવારમાં ડો. નૌરીન મેમણ, ડો.તૃપ્તિ પરીખ, ડો. મીત પરીખ સહિત અન્ય તબીબો જોડાયા હતા.