ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ ગણતરીના કલાકોમાં જાહેર થઈ શકે છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ આજે અથવા કાલે ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડે તેવી શક્યતાઓ છે. સૂત્રો માંથી મળતી માહિતી પ્રમાણે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્રીજી ડિસેમ્બરની આસપાસ પ્રથમ તબક્કાની અને 10મી ડિસેમ્બરની આસપાસ બીજા તબક્કાની ચૂંટણયોજાશે. 28મી નવેમ્બર સુધીમાં ઉમેદવારી પત્રક ભરાશે. અને 30મી નવેમ્બર ફોર્મ પરત ખેંચવાની મુદ્દત હશે.18મી ડિસેમ્બરે પરિણામ આવશે.