Gandhinagar: ગિફ્ટ સિટીમાં ટેકનોલોજીનો નવો માઇલસ્ટોન: કોગનીઝન્ટ ડિલિવરી સેન્ટર કાર્યરત
Gandhinagar: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં બુધવારે કોગનીઝન્ટ ઈન્ડિયાના ટેક-ફિન ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપના પરિણામે ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ દ્રુતગતિએ આગળ વધી રહ્યું છે.
તેમણે “ઓપરેશન સિંદૂર”ની સફળતા માટે દેશના સૈનિકો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે આધુનિક ટેકનોલોજી દ્વારા ભારત દરેક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યું છે. ડિજિટલ ઈન્ડિયા, એઆઈ, સેમિકન્ડક્ટર અને ટેક સોલ્યુશન્સ જેવા ક્ષેત્રોમાં ભારતે વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં હવે એક નવું ટેકનિકલ ઇકોસિસ્ટમ ઊભું થઈ રહ્યું છે જેમાં ટેલેન્ટ, ટેકનોલોજી અને ઇનોવેશનને પ્રોત્સાહન મળ્યું છે. ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યા છે. તેમજ રાજ્ય સરકાર એઆઈ આધારિત ઉદ્યોગોને મજબૂત કરવા માટે પણ સક્રિય છે.
ટેક્નોલોજી ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની @Cognizant ના 'ટેકફિન સેન્ટર'નો ગાંધીનગરના GIFT સિટી ખાતે શુભારંભ કરાવ્યો.
કંપનીને તેની આ નવી ફેસિલિટીની શરૂઆત બદલ અભિનંદન તેમજ વધુ વિસ્તરણ અને વિકાસની શુભકામના પાઠવું છું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં GIFT… pic.twitter.com/ci3ZhiWGre
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 21, 2025
ગિફ્ટ સિટીમાં શરૂ થયેલું આ નવીન ડિલિવરી સેન્ટર એ.આઈ. સેન્ટર ઓફ એક્સેલન્સ, સ્ટાર્ટઅપ્સ અને ટેક નિષ્ણાતોને એકસાથે લાવીને નવીનતાને આગળ ધપાવશે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી હેઠળ વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગિફ્ટ સિટી માત્ર ભારત માટે નહીં પણ આખા વિશ્વ માટે એક ફાઇનાન્સ અને ટેકનોલોજી હબ તરીકે ઉભરી રહી છે. અહીં એવા માળખાકીય વિકાસ થઈ રહ્યા છે કે જેના આધારે ગુજરાત ટૂંક સમયમાં વૈશ્વિક ટેક લીડરશીપ તરફ આગળ વધી શકે છે.
આ પ્રસંગે વૈજ્ઞાનિક અને ટેક વિભાગના અધિકારીઓ, તેમજ કોગનીઝન્ટ કંપનીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ગુજરાતમાં ટેકનોલોજીકલ વૃદ્ધિ માટેની દરકારની પ્રશંસા કરી હતી.