અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો ઉચકાયો છે. જેના કારણે ગઇકાલે મંગળવારે રાજ્યના 17 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 15.9 ડિગ્રીએ પહોંચી ગયું હતું. છેલ્લા બે -ત્રણ દિવસથી સતત લધુત્તમ તાપમાનનો પારો ઉચકાતા ગરમીની ધીરે ધીરે શરૂવાત થઇ રહી છે. હાલ તો ગરમીનો પારો યથાવત રહેવાની સંભાવના છે પરંતુ ઉત્તર ભારતમાં બરફ વર્ષાનાં કારણે આગામી ગુરૂવારે ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે.
અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધીને 32.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 15.9 ડિગ્રી નોંધાયું હતું. તેમજ આગામી એક દિવસ દરમિયાન અમદાવાદમાં ગરમીનનું પ્રમાણ યથાવત્ રહ્યાં બાદ ગુરુવારથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.