GCAS Portal Registration 2025 : 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન, છેલ્લી તારીખ લંબાઈ
GCAS Portal Registration 2025 : ગુજરાતમાં સ્નાતક અભ્યાસ માટે પ્રવેશની પ્રક્રિયા દરમિયાન એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ પર અભ્યાસક્રમોની પસંદગી અને પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ હવે 21 મે 2025 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણય વિદ્યાર્થીઓને ધોરણ-12ની માર્કશીટ મળતી થાય ત્યાં સુધી વધુ સમય મળે એ હેતુથી લેવામાં આવ્યો છે.
2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કર્યું ક્વિક રજિસ્ટ્રેશન
25 માર્ચ 2025થી શરૂ થયેલી ક્વિક રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ 2,08,981 વિદ્યાર્થીઓ જોડાયા છે. જેમાંથી 1,22,619 વિદ્યાર્થીઓએ પોતપોતાની પસંદગીના કોલેજ અને અભ્યાસક્રમ પસંદ કરી લીધા છે, જ્યારે 1,17,999 વિદ્યાર્થીઓએ તેમની અરજી સફળતાપૂર્વક સબમિટ કરી છે.
માર્કશીટ વિના વેરિફિકેશન શક્ય નહીં, એ માટે સમયવધારો
જેમ કે ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને 19 મે સુધીમાં અંકપત્રક મળે તેવી શક્યતા છે, ત્યારે વેરિફિકેશનની પ્રક્રિયા તેમને સરળતાથી કરી શકે એ માટે તારીખ લંબાવવી પડી છે. કારણકે વિધાર્થીઓની અરજી માત્ર મૂળ માર્કશીટના આધાર પર જ ચકાસી શકાય છે.
વિદ્યાર્થીઓને સહાય માટે 1000 ફ્રી ફોર્મ ફીલિંગ સેન્ટર કાર્યરત
GCAS દ્વારા રાજ્યભરના યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે મળીને આશરે 1000 જેટલા મફત ફોર્મ ભરાવા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કેન્દ્રો ઊભા કરાયા છે. આ સેન્ટરો દ્વારા આજ સુધીમાં લગભગ 50,000 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સહાય ઉપલબ્ધ કરવામાં આવી છે.
શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ
આ પુરો પ્રયાસ એ દિશામાં છે કે વિદ્યાર્થીઓને સરળતાથી અને પારદર્શક રીતે તેમના અભ્યાસ માટે યોગ્ય કોલેજ અને અભ્યાસક્રમ મળ્યો રહે. GCAS પોર્ટલ વડે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન થતી હોવાથી વિદ્યાર્થી તથા વાલીઓને ખાસ રાહત મળી રહી છે.