ચૂંટણીની તારીખ જાહેર થવામાં થોડો સમય બાકી છે ત્યારે રાજ્યભરમાં સુરક્ષાના પગલે ડીજીપીની નિમણુંક મુદ્દે હાઇકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી હતી. જેના પગલે વર્તમાન ડીજીપીની મુદ્દત ફેબ્રુઆરી સુધી વધારી દેવાય તેવી શક્યતા છે તેમાં પણ મત મતાંતર જોવા મળી રહ્યા છે.
ડીજીપીની રેસમાં શિવાનંદ ઝા, પ્રમોદકુમારના નામ મોખરે છે. પણ શિવાનંદ ઝાને દિલ્હી પોસ્ટ આપી રસ્તો ખુલ્લો કરી દેવાની વિચારણા ચાલી રહી છે જયારે બીજી બાજુ પ્રમોદ કુમારને મુખ્ય ડીજીપીના પદ પર બેસવાનો અધિકાર મળશે નહિ.તેમની નિવૃત્તિ ફેબ્રુઆરી 2018માં છે.
ત્યારે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર ગીથા જોહરી બાદ એ.કે.સિંગને મુકવા માંગે છે પણ હાઇકોર્ટે રાજ્યસરકારને 1 નવેમ્બરની મુદ્દત આપી છે જેને કારણે રાજ્યસરકારે ગીતાજોહરીને કાયમી ડીજીપી પદે નિયુક્ત કરે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે