GeM Portal: નાના વેપારીઓ માટે મોટી તક: સરકાર સાથે વેપાર માટે નવું પોર્ટલ મદદ કરશે!
GeM પોર્ટલ પર 70% થી વધુ MSME અને નાના વેપારી પોતાના ઉત્પાદનો વેચે છે, અને તેઓ આ પોર્ટલથી સારો લાભ મેળવી રહ્યા
GeM પોર્ટલ એ એક ઓનલાઈન માર્કેટ છે, જેમાં કોઈપણ વ્યક્તિ સરકાર સાથે વ્યવહાર કરવા માટે જોડાઈ શકે
રાજકોટ, મંગળવાર
GeM Portal : 2016માં ગુજરાત સરકાર દ્વારા GeM પોર્ટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ નાના વેપારીઓને મોટા વ્યાવસાયિક મંચ સાથે જોડાવાની તક આપે છે. હાલમાં, GeM પોર્ટલ પર 70% થી વધુ MSME અને નાના વેપારી પોતાના ઉત્પાદનો વેચતા છે, અને તેઓ આ પોર્ટલથી સારો લાભ મેળવી રહ્યા છે.
GeM પોર્ટલ પર હાલમાં ફ્રી રજીસ્ટ્રેશન ઉપલબ્ધ છે.
GeM પોર્ટલના એડિશનલ CO અજયભાઈ ચવાને જણાવેલું કે, GeM એ સરકારના તમામ ખરીદી માટેનો મુખ્ય પ્લેટફોર્મ છે. તેમણે આ પોર્ટલના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, મોલ દ્વારા MSME સેક્ટરની એન્ટ્રી માટે GeM પ્રયત્નશીલ છે. આ એક્સપોમાં તેમનો સહભાગી થવાનો લાભ રહી રહ્યો છે, અને રાજકોટના MSME સેક્ટર તરફથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે.
અજયભાઈએ MSME સેક્ટરથી અપીલ કરતા કહ્યું કે, તેઓ આ એક્સપોમાં ભાગ લેશે અને GeM પર ફ્રી રજીસ્ટ્રેશન કરાવશે. અત્યાર સુધી 100થી વધુ ફ્રી રજીસ્ટ્રેશન્સ કરવામાં આવી ચૂક્યા છે. ગયા વર્ષે આ પ્લેટફોર્મ પર 4 લાખ કરોડ રૂપિયાનું વ્યવહાર થયો હતો. તેથી, GeM પર જોડાવાની આ એક સારી તક છે.
GeM પોર્ટલ શું છે?
GeM પોર્ટલ એ એક ઓનલાઈન માર્કેટ છે, જેમાં કોઈપણ વ્યક્તિ સરકાર સાથે વ્યવહાર કરવા માટે જોડાઈ શકે છે. સરકાર સાથે વેપાર કરવા માટે સૌપ્રથમ તમારે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન પછી, સ્વ-સહાય જૂથો અને નાના વેપારીઓ સરકારની જરૂરિયાત મુજબ ઉત્પાદનો પુરું પાડવાની તક મેળવી શકે છે. જો તમે પણ ચોક્કસ માર્ગદર્શિકા મુજબ માલ ઉત્પાદિત કરો છો, તો તમે તેને GeM પોર્ટલ પર વેચી શકો છો.