રાજ્યમાં હવે ચોમાસાનું આગમન થઇ જવા આવ્યું છે. રાજ્યમાં પણ અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગનાં ડાયરેક્ટ ડૉકટર જ્યંત સરકારે જણાવ્યું હતું કે, ચોમાસાની પેટન ઉપર વાવાઝોડાની અસર નહીં થાય પરંતુ ચોમાસાનું આગમન ગુજરાતમાં સમયસર જ થઇ જશે. એટલે કે, ગુજરાતમાં ચોમાસાનું આગમન જૂનનાં બીજા કે ત્રીજા સપ્તાહ સુધીમાં થઇ જશે. હાલમાં ચોમાસું કર્ણાટકનાં દરિયાકિનારે પહોંચ્યું છે કે જે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.’
આ ઉપરાંત વરસાદની આગાહી અનુસાર, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે રાજ્યનાં દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરુચ, સુરત અને તાપીમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન તો 15 જૂનનાં રોજ થતું હતું. પરંતુ ચાલુ વર્ષે ગુજરાતમાં 21 જૂનથી સત્તાવાર ચોમાસાની શરૂઆત થશે એટલે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન જૂનનાં બીજા કે ત્રીજા સપ્તાહ સુધીમાં થઇ જશે. ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન લા નિનાની અસર થશે, જે ચોમાસા માટે સાનુકૂળ રહેશે.