Government Apps: સરકારી કામકાજ હવે સરળ! આ એક APPથી મિનિટોમાં મેળવો જરૂરી સેવાઓ
Government Apps : ડિજિટલ યુગમાં, સરકારે અનેક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યા છે, જેની મદદથી વિવિધ સરકારી કામકાજ હવે તમે ઘેરબેઠા સરળતાથી કરી શકો છો. આ એપ્સ દ્વારા તમે ડોક્યુમેન્ટ અપડેટ, આધાર સંબંધિત કામો, પાસપોર્ટ કે અન્ય મહત્વપૂર્ણ સેવાઓ એક ક્લિકમાં મેળવી શકો છો. આજના સમયમાં, આ એપ્સ વિશે જાણવું અને તેનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. અહીં અમે તમારા માટે કેટલીક ઉપયોગી સરકારી એપ્લિકેશન્સ અને તેમના લાભોની માહિતી લાવ્યા છીએ.
DigiLocker: તમારા દસ્તાવેજોની સુરક્ષિત ડિજિટલ જગ્યા
DigiLocker એક સરકારી ડિજિટલ લોકર છે, જ્યાં તમે તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રીતે સંગ્રહ કરી શકો છો. તમે ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, પાન કાર્ડ, માર્કશીટ, અને અન્ય દસ્તાવેજો રાખી શકો છો. આ એપનું વિશેષતા એ છે કે તે ઓનલાઈન અને ઑફલાઈન બંને સ્થિતિમાં ઉપયોગ કરી શકાય છે.
MyGov: સરકારની નીતિઓ અને યોજનાઓ વિશે જાણો
MyGov એપ એક પ્લેટફોર્મ છે, જ્યાં તમે ભારત સરકારની વિવિધ યોજનાઓ, નીતિઓ અને નવીનતમ જાહેરાતો અંગે માહિતી મેળવી શકો છો. આ એપ દ્વારા તમે સરકારને તમારી સલાહ અને અભિપ્રાય પણ આપી શકો છો.
mAadhaar: આધાર કાર્ડ સાથે જોડાયેલ તમામ સેવાઓ એક જગ્યાએ
mAadhaar એપની મદદથી તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ, અપડેટ અને વેરિફાઈ કરી શકો છો. તમે આ એપ દ્વારા તમારું નામ, સરનામું અને મોબાઈલ નંબર પણ સુધારી શકો છો.
UMANG: એક જ એપમાં અનેક સરકારી સેવાઓ
UMANG (Unified Mobile Application for New-age Governance) એક સર્વસમાવેશક એપ છે, જે નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા વિકસાવવામાં આવી છે. આ એપ દ્વારા તમે કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિવિધ સેવાઓ, પેન્શન, PF, ગેસ બુકિંગ અને અન્ય સવલતો એક જ પ્લેટફોર્મ પરથી એક્સેસ કરી શકો છો.
શ્રેષ્ઠ અનુભવ માટે આ એપ્સ ડાઉનલોડ કરો
આજના સમયમાં ડિજિટલ સેવા વધુ અસરકારક બની છે. જો તમે આ એપ્સનો યોગ્ય ઉપયોગ કરો, તો તમારે સરકારી ઓફિસોમાં ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. તમારી સગવડ માટે આજે જ આ એપ્સ ડાઉનલોડ કરી લો અને સરકારી કામકાજને ઝડપી અને સરળ બનાવો!