2017ની વિધાનસભાની ચૂંટણી સમયે ગુજરાતની ભાજપની રૂપાણી સરકારે ખેડૂતોને વચન આપ્યું હતું કે, 31 ડિસેમ્બર 2017 સુધીમાં તમામ ખેડૂતોને વીજળી આપી દેવામાં આવશે. ત્યારે 5 લાખ ખેડૂતોએ વીજળી આપવાની માંગણી કરી હતી. જેમાં 1.69 લાખ ખેડૂતોને તો સરકારે લેખિતમાં કહી દેવામાં આવ્યું હતું કે તેમને વીજળી આપવામાં નહીં આવે. તો વળી, 27,872 ખેડૂતોને હજુ વીજળી આપવાની બાકી છે. જેના કારણે રૂ.1400 કરોડનું ગુજરાતનું કૃષિ ઉત્પાદન એક સીઝનનું ગુમાવવું પડ્યું છે. 5 લાખમાંથી 3 લાખ ખેડૂતોને વીજળી આપી તો દેવામાં આવી છે. પણ તેમને 8 કલાક વીજળી આપવામાં આવતી નથી. છતાં તેમને બિલ આપવામાં આવી રહ્યાં છે. આ 3 લાખ ખેડૂતોને ફાક્સ ચાર્જ નહીં પણ બિલ ભરવા પડી રહ્યાં છે.
જ્યાં ભાજપના વધું ધારાસભ્યો ચૂંટાયા ત્યાં વીજળી
અમદાવાદ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના એક પણ ખેડૂતને વીજળી આપવાની બાકી નથી. ત્યાં તમામને વીજળી આપી દીધી છે. પણ સૌરાષ્ટ્રના ખેડૂતોને ભાજપ સરકારે અન્યાય કર્યો છે. સૌરાષ્ટ્રના 28 હજાર ખેડૂતોને વીજળી આપવાની બાકી છે. વળી 1.69 લાખ વીજ જોડાણ આપવાનો ઈન્કાર કરી દેવાયો છે. તેમાં સૌરાષ્ટ્રના 1.50 લાખ ખેડૂતોને ભાજપ સરકારે વીજળી આપવાનો જ ઈન્કાર કરી દીધો હતો.
દક્ષિણ ગુજરાતમાં તમામને વીજળી
દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂતોને વીજ જોડાણ આપી લેવાયા છે. જ્યા કોઈ ખેડૂતને વીજળી આપવાનો ઈન્કાર કર્યો નથી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાને બાદ કરતાં તમામ સ્થળે વીજળી આપી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપના સૌથી વધું ધારાસભ્યો ચૂંટીને ભાજપને સરકાર બનાવવાનો મોકો આપ્યો હતો.
કચ્છની હાલત
કચ્છમાં પણ હાલત સારી નથી. કચ્છમાં 26 હજાર ખેડૂતોએ સિંચાઈ માટે વીજળી જોઈતી હતી. જેમાં 12 હજારને ના પાડી દેવામાં આવી અને 13 હજારને વીજળી આપી હવે માત્ર 742 ખેડૂતોને જ વીજળી આપવાની બાકી છે.
સૌરાષ્ટ્રને ભાજપનો અન્યાય
આમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, કૃષિ પ્રધાન આર સી ફળદુ, કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તામ રૂપાલા અને વીજ પ્રધાન સૌરભ દલાલ સૌરાષ્ટ્રના હોવા છતાં સૌરાષ્ટ્રના ખેડૂતોને વીજળી જોડાણો નહીં આપીને વર્ષે રૂ.14,000 કરોડનું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. ખેડૂતોને અન્યાય એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે ખેડૂતોએ 2017માં ભાજપને મત આપ્યો ન હતો. તેમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને રૂપાણી સરકાર પ્રત્યે ભારે અણગમો હતો. તેથી થોકબંધ ધારાસભ્યો સૌરાષ્ટારમાં હાર્યા હતા.
રાજકોટમાં સૌથી વધું ખેડૂતો વીજળી વગરના
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના વિસ્તાર રાજકોટ જિલ્લામાં સૌથી વધું વીજ જોડાણ બાકી છે. 64 હજાર ખેડૂતોએ વીજળીની માંગણી કરી હતી. હવે 5 હજાર ખેડૂતોને વાજળી આપવાની બાકી છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધું વીજળી માંગનારા ખેડૂતો પણ મુખ્ય પ્રધાનના વિસ્તારના હતા.
31 ડિસેમ્બર 2017ની સ્થિતી ઉપરની વિગતો છે.
જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી કહે છે કે, સૌરાષ્ટ્રમાં તમામને વીજળી આપવી જોઈએ.