આવતીકાલથી રાજ્ય સરકાર દ્વારા દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ ગૃહમંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, લૉકડાઉનમાં છૂટ છતાં દારૂની દુકાનો બંધ જ રહેશે.
આ ઉપરાંત માર્કેટમાં આવેલી દુકાનો અને શૉપિંગ મૉલમાં આવેલી દુકાનો નહીં ખોલી શકાય. આ ઉપરાંત સ્પષ્ટ કર્યું છે કે, ઈ-કૉમર્સ કંપનીઓ દ્વારા માત્ર જીવન જરૂરી વસ્તુઓનું વેચાણ જ થઈ શકશે.
ગૃહમંત્રાલયે દુકાનો ખોલવા માટે રાખી 4 શરતો
→ માત્ર 50 ટકા કર્મચારીઓ જ દુકાનમાં કામ કરી શકશે
→ તમામ કર્મચારીઓને માસ્ક પહેરવું ફરજિયાત
→ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે
→ તમામ દુકાનો રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશો અંતર્ગત રજિસ્ટર્ડ હોવા જોઈએ.
શું આજથી દરેક પ્રકારની દુકાનો ખુલશે? સરકારે કર્યું સ્પષ્ટીકરણ
◘ નવી ગાઈડલાઈન પ્રમાણે રજિસ્ટર્ડ દુકાનોને જ ખોલવાની મંજૂરી મળશે. હાલ ગરમીની સિઝન છે, એવામાં લોકો પંખા અને કુલર સહિતની અન્ય સામાન સરળતાથી ખરીદી શકે છે. જો કે કોરોના હોટસ્પોટ વિસ્તારમાં દુકાનો બંધ જ રહેશે.
◘ ગ્રાહક હવે રોજબરોજ ઉપરાંત બિનજરૂરી સામાન પણ ખરીદી શકે છે, પરંતુ તે શૉપિંગ મૉલ કે શૉપિંગ કોમ્પલેક્સમાંથી સામાન નહીં ખરીદી શકે. ગ્રાહકે સામાન ખરીદવા માટે નાની દુકાનોમાં જ જવું પડશે.
◘ અનેક લોકોને વાળ કપાવવા કે ગ્રુમિંગમાં મુશ્કેલી થઈ રહી હતી. હવે આવા લોકોને આજથી રાહત મળવા જઈ રહી છે. નવી ગાઈડલાઈન પ્રમાણે નૉન હોટસ્પોટ વિસ્તારમાં સલૂન અને બ્યૂટી પાર્લર ખોલી શકાશે.
◘ જે લોકો ખાવા-પીવાના શોખિન છે અને મૉલમાં જવું પસંદ કરે છે, તેમને હજુ થોડી રાહ જોવી પડશે કારણ કે કોર્પોરેશનનની હદમાં આવતા સિનેમા હૉલ, શૉપિંગ કોમ્પલેક્સ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, થિયેટર અને બાર બંધ રહેશે.
પંચર, રિપેરીંગની દુકાનો ખુલ્લી રહેશે.
ટેલરીંગ દુકાનો ખોલી શકાશે
અનાજ કરિયાણા પણ શરૂ રહેશે
આઈસ્ક્રીમ પાર્લર ખોલી શકાશે નહીં.