દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીએ સિદ્ધપુરની 10 વર્ષથી તૈયાર, પરંતુ શરૂ ન થયેલ આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લીધી.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દેથલી ગામની ગૌચર જમીન પર આયુર્વેદિક હોસ્પિટલ બનાવવામાં આવી છે પરંતુ તે પણ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી.
10 વર્ષ પહેલા આ બિલ્ડીંગ 60-70 કરોડ ખર્ચીને બનાવવામાં આવી હતી અને ત્યાર બાદ તેને આ રીતે છોડી દેવામાં આવી, તે ખુબ જ શરમજનક છેઃ મનીષ સિસોદિયા
ઉત્તર ગુજરાતમાં સારી હોસ્પિટલ ન હોવાથી લોકો હોસ્પિટલ માટે રોઈ રહ્યા છેઃ મનીષ સિસોદિયા
10 વર્ષ પહેલા ન તો આ બિલ્ડીંગનો કબજો લેવામાં આવ્યો, ન ડોકટરની નિમણૂંક કરવામાં આવી, તો પછી લોકોની સારવાર કરવી તો દૂરની વાત છેઃ મનીષ સિસોદિયા
એવું લાગે છે કે સરકાર કદાચ બિલ્ડિંગ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા મેળવવામાં વધુ રસ ધરાવતી હતીઃ મનીષ સિસોદિયા
ગુજરાત સરકારને હોસ્પિટલ અને શાળા બનાવવામાં કોઈ રસ નથી: મનીષ સિસોદિયા
10 વર્ષ પહેલા આ બિલ્ડીંગ 60-70 કરોડ ખર્ચીને બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને આ રીતે છોડી દેવામાં આવી તે ખુબ જ શરમજનક છેઃ મનીષ સિસોદિયા
અમદાવાદ/સિદ્ધપુર/ગુજરાત
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીએ સિદ્ધપુરના દેથલી ગામમાં 10 વર્ષથી તૈયાર, પરંતુ શરૂ ન થયેલ આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લીધી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દેથલી ગામની ગૌચર જમીન પર આયુર્વેદિક હોસ્પિટલ બનાવવામાં આવી છે પરંતુ તે પણ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. તે દરમિયાન મનીષ સિસોદિયાજીએ જોયું કે આ આયુર્વેદિક હોસ્પિટલ 10 વર્ષ પહેલાથી તૈયાર છે પરંતુ હજુ પણ સારવાર માટે શરૂ કરવામાં આવી નથી. આ અંગે પોતાનો અભિપ્રાય આપતા મનીષ સિસોદિયાજીએ કહ્યું કે, મને કહેવામાં આવ્યું હતું કે અહીં એક હોસ્પિટલની બિલ્ડીંગ છે. આ બિલ્ડીંગ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા બનાવવામાં આવી હતી, પરંતુ આ બિલ્ડીંગ બન્યાના 10 વર્ષ પછી પણ અહીં કોઈ કામ થયું નથી. અહીં ન તો આ બિલ્ડીંગનો કબજો લેવામાં આવ્યો કે ન તો તબીબની નિમણૂંક કરવામાં આવી તેથી લોકોની સારવાર કરવી તો દૂરની વાત છે.
એવું લાગે છે કે સરકારને કદાચ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા મેળવવામાં વધુ રસ હતો: મનીષ સિસોદિયા
10 વર્ષ પહેલા આ બિલ્ડીંગ 60-70 કરોડ રૂપિયા ખર્ચીને બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને આ રીતે છોડી દેવામાં આવી તે ખુબ જ શરમજનક બાબત છે. એવું લાગે છે કે સરકારને હોસ્પિટલ બનાવવામાં નહીં પણ બિલ્ડિંગ બનાવવામાં વધુ રસ હતો. સરકારને કદાચ એમાં વધુ રસ હતો કે બિલ્ડીંગ બનાવવી જોઈએ, કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લેવા જોઈએ. નહિતર આટલી ભવ્ય બિલ્ડીંગમાં અદભુત હોસ્પિટલ ચાલતી હોત. ઉત્તર ગુજરાતના લોકો હોસ્પિટલ માટે રડી રહ્યા છે કારણ કે અહીં કોઈ સારી હોસ્પિટલ અને મેડિકલ સુવિધા નથી અને ત્યાં જ અહીંયા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ આ બિલ્ડિંગની અંદર હોસ્પિટલ શરૂ કરવામાં આવી નથી. આ દર્શાવે છે કે ગુજરાત સરકારને હોસ્પિટલો અને શાળાઓ બનાવવામાં રસ નથી. આ લોકો હોસ્પિટલમાં મફત સારવાર અને હોસ્પિટલમાં મફત દવાઓ આપવાને ફ્રી-બી કહે છે. અહીં તેઓ બિલ્ડીંગ બનાવીને છોડી દેશે, પણ મફતમાં સારવાર નહીં કરે.