GSEB 10th Result 2025 : ધોરણ 10નું પરિણામ જાહેર: 83.08% વિદ્યાર્થીઓ પાસ, તમારું રિઝલ્ટ આવી રીતે ચેક કરો!
GSEB 10th Result 2025 : આજે, તારીખ 8 મે 2025ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યભરમાંથી ધોરણ 10ની પરીક્ષામાં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જાહેર થયેલા પરિણામ અનુસાર, સમગ્ર રાજ્યમાં સરેરાશ પાસ ટકાવારી 83.08% રહી છે.
માધ્યમ પ્રમાણે પરિણામ
અંગ્રેજી માધ્યમ: 92.58%
ગુજરાતી માધ્યમ: 81.79%
હિન્દી માધ્યમ: 76.47%
કેન્દ્ર મુજબ પરિણામ
સૌથી વધુ પરિણામ: કાંસા અને ભોળાદ કેન્દ્ર – 99.11%
સૌથી ઓછું પરિણામ: અંબાવ કેન્દ્ર, ખેડા – 29.56%
જિલ્લાવાર વિશેષ
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો: બનાસકાંઠા – 89.29%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો: ખેડા – 72.55%
1574 શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થયા – 100% પરિણામ
ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા
ગ્રેડ વિદ્યાર્થીઓ
A1 28,055
A2 86,459
B1 1,24,274
B2 1,52,084
C1 1,45,444
C2 78,137
Percentile Rank (PR) મેળવનાર વિદ્યાર્થીઓ
99 PRથી વધુ: 7,231
98 PRથી વધુ: 14,621
97 PRથી વધુ: 22,979
96 PRથી વધુ: 30,340
95 PRથી વધુ: 38,324
94 PRથી વધુ: 45,808
92 PRથી વધુ: 60,454
90 PRથી વધુ: 76,676
પરિણામ આ વખતે 3 દિવસ વહેલું
2024માં ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ જાહેર થયું હતું, જ્યારે આ વર્ષે પરિણામ 8 મેના રોજ, એટલે કે ત્રણ દિવસ વહેલું જાહેર થયું છે.
કેવી રીતે ચકાસશો તમારું પરિણામ?
GSEB વેબસાઇટ પરથી:
વેબસાઈટ gseb.org ખોલો
હોમપેજ પર “Result” વિકલ્પ પસંદ કરો
“SSC Result 2025” પસંદ કરો
તમારું 6 આંકડાનું સીટ નંબર દાખલ કરો
“Go” પર ક્લિક કરો અને પરિણામ સ્ક્રીન પર જોવા મળશે
તમે તેનો સ્ક્રીનશૉટ કે પ્રિન્ટ કાઢી શકો છો
વ્હોટ્સએપ પરથી:
તમારું સીટ નંબર 6357300971 પર મેસેજ કરો, અને તમારું પરિણામ પ્રાપ્ત કરો.
વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ!
શિક્ષણ મંત્રીએ પણ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે. તમારું આગળનું શૈક્ષણિક જીવન સફળતાપૂર્વક પસાર થાય એજ પ્રાર્થના.