છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં ઠંડી તિવ્ર બની રહી છે. શિયાળો આવી ગયો હોવાનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. શિયાળો આવી ગયો હોવાનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. સમગ્ર રાજ્યમાં 7.6 ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુ સ્થળ રહ્યુ છે.
તાપમાનની દષ્ટિએ નજર કરીએ સમગ્ર રાજ્યમાં 7.6 ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુ સ્થળ રહ્યુ છે. રાજ્યનું મહાનગર અમદાવાદ પણ 10.1 ડિગ્રી લઘુતમ તાપામાનમાં ઠુંઠવાઇ ગયુ છે. પાટનગર ગાંધીનગરમાં 9.5 ડિગ્રી, અમરેલી 10.2, વલસાડ 10.6, દીવ 10.6, જૂનાગઢ 11.1, ડીસા 11.4, મહુવા 11.9, ભાવનગર 12.6, રાજકોટ 13.0, સુરેન્દ્રનગર 13.2, વડોદરા 13.4, ભૂજ 13.6, સુરત 14.8 ડિગ્રી તાપમાન રહ્યુ છે.
જૂનાગઢની ભાગોળે આવેલા રાજ્યના સૌથી ઉંચા પર્વત ગિરનારમાં તાપમાનનો પારો નીચે આવીને 6 ડીગ્રી સુધી પહોંચી ગયો છે.