Gujarat : લોકસભાની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારોમાં આવતી 5 બેઠકો પર જળ, જંગલ અને જમીનનો મુદ્દો વિરોધ પક્ષ દ્વારા પ્રચારમાં છે. જેમાં ગુજરાતમાં જંગલોનું અને આદિવાસીઓનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું હોવાના ભાષણો થઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં ખરેખર મોદી વડાપ્રધાન બન્યા પછી કેટલાં વૃક્ષો કપાયા તેની વિગતો જાહેર થઈ છે.
IFSRના આંકડા અનુસાર 4 વર્ષમાં ગુજરાતના 9 જિલ્લામાં ફોરેસ્ટ કવરમાં સતત ઘટાડો થયો છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના “સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ 2021” (IFSR) માં દેશના મેગા સિટી અમદાવાદમાં મોટા પાયે ફોરેસ્ટ કવરમાં ઘટાડો થયો છે. સરકારમાં વિકાસના નામે બેફામ વૃક્ષો કપાઈ રહ્યા છે, વર્ષ 2013-2021ના સમય ગાળામાં સરકારે વિકાસના નામે 10 લાખ કરતા વધુ ઝાડ કાપવાની સત્તાવાર મંજુરી આપી છે.
મુંબઈ-વડોદરા હાઈવે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની આગેવાની હેઠળના મુંબઈ-વડોદરા હાઈવે પ્રોજેક્ટ માટે માર્ગ બનાવવા માટે લગભગ 32,000 વૃક્ષો કાપવામાં આવ્યા છે અને અન્ય 9,000 વૃક્ષો જોખમમાં છે.
ગુજરાતના વડોદરા અને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં જવાહરલાલ નહેરુ બંદરને જોડતો હાઇવે મહારાષ્ટ્રના પાલઘર, થાણે અને રાયગઢ જિલ્લામાં 39,000 થી વધુ વૃક્ષો કાપવા સાથે ગ્રીન કવરનો મોટા પાયે વિનાશ તરફ દોરી શકે છે.
માહિતી અધિકાર (RTI) હેઠળ NHAI પાસેથી મળેલી માહિતી અનુસાર છે. વન વિસ્તારોમાં 13,763 વૃક્ષો અને બિન-જંગલ વિસ્તારોમાં 18,961 વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી છે.
મેટ્રો અને રોડ પ્રોજેક્ટ માટે મુંબઈએ 2018 અને 2023 વચ્ચે 6 વર્ષમાં 21,000 વૃક્ષો ગુમાવ્યા હતા.
અમદાવાદ મેટ્રો રેલ માટે લગભગ 2200 પાનખર વૃક્ષો કાપવામાં આવ્યા હતા. મેટ્રો રેલના બીજા તબક્કામાં, ગાંધીનગરમાં 3000થી વધુ વૃક્ષો કપાયા હતા.
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ(NHSRCL)નું કહેવું છે કે આશરે 25 હજારથી વધુ વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરશે. જ્યારે બુલેટ ટ્રેનના રૂટમાં આવનારા 60 હજાર વૃક્ષોને હટાવવામાં આવશે.
ગુજરાત-મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 80,437 વૃક્ષ કપાયા હતા. ગુજરાતમાં મહત્તમ સંખ્યામાં વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી હતી. બુલેટ ટ્રેન માટે દક્ષિણ ગુજરાતના વલસાડમાં 12,248 વૃક્ષો કપાયા હતા.
મહારાષ્ટ્રના પાલઘરમાં લગભગ 17,748 મેન્ગ્રોવ વૃક્ષો કપાયા. અમદાવાદથી મુંબઇ સુધીના 505 કિલોમીટરના માર્ગ ઉપર લગભગ 26,980 ફળોના ઝાડનું નિકંદન કાઢી નંખાયું છે. બુલેટ ટ્રેન ટ્રેક માટે કુલ 1691.20 હેક્ટર જમીન મેળવી છે.
અમદાવાદ
અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં સત્તાવાર રીતે વિકાસના નામે 2090 વૃક્ષો કાપવાની મંજૂરી અપાઈ હતી.
કાંકરિયા વિસ્તારની આબાદ ડેરી પરિસરમાં 2013 વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી હતી.
મેઘાણીનગરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નવી ઇમારતના નિર્માણ માટે 110 વૃક્ષોનો ભોગ લેવાયો હતો.
અમદાવાદ શહેરમાં એપ્રિલ 2014થી જાન્યુઆરી 2015 સુધીમાં સૌથી વધુ વૃક્ષો કાપવાની મંજૂરી મળી છે અને વૃક્ષો કપાયા છે.
સૌથી વધુ વૃક્ષો ક્યાં કપાયા ?
- 724 સિવિલ હોસ્પિટલ કેમ્પસ
- 308 મેન્ટલ કમ્પાઉન્ડ
- 234 નરોડા રોડ બીઆરટીએસ
- 213 આબાદ ડેરી પરિસર
- 100 એલિસબ્રિજ-ગુજરાત કોલેજ BRTS
BRTS પ્રોજેકટ
- બીઆરટીએસ પ્રોજેકટમાં ત્રણ વર્ષમાં
- દૂધેશ્વર-બીઆરટીએસમાં 10,
- સોનીની ચાલીથી સારંગપુર બ્રિજ રૂટમાં 124,
- બાપુનગર લીમડા સર્કલથી 133 ફૂટ બસ રોડમાં 28,
- કાંકરિયાથી શાહઆલમથી ગીતામંદિર રૂટ ઉપર 60,
- એલિસબ્રિજથી ગુજરાત કોલેજ થઇને પાસપોર્ટ ઓફિસ રૂટ ઉપર 100,
વૃક્ષો કાપવા મંજૂરી
- વર્ષ 2010-11માં 591 વૃક્ષો કપાયા હતા.
- વર્ષ 2011-12માં 842 વૃક્ષો કપાયા,
- વર્ષ 2012-13માં 648 વૃક્ષો કપાયા,
- વર્ષ 2014-15માં 1050 વૃક્ષો કપાયા.
ગેદરકાયદે વૃક્ષો કપાયા
- વર્ષ 2011-12માં 100 વૃક્ષો,
- વર્ષ 2012-13માં 242 વૃક્ષો,
- વર્ષ 2013-14માં 139 વૃક્ષો ગેરકાયદે કપાયાં હતાં.
સુરત
સુરતના ટ્રી કવર 3 ટકા છે, ગુજરાતના સરેરાશ 7.59 ટકા છે.
ગુજરાતમાં 1 કરોડ 29 લાખ વૃક્ષો છે. તેની સામે સુરતમાં 39550 હેક્ટર વિસ્તારમાં 3 લાખ 34 હજાર વૃક્ષો છે. પ્રતિ હેક્ટર 8.4 વૃક્ષો છે. શહેરી અને ઉપ-શહેરી વિસ્તારોમાં વૃક્ષોની ગણતરી – 2011 મુજબ 8 મહાનગરપાલિકામાં સૌથી ઓછી વૃક્ષની ઘનતા સુરત કોર્પોરેશન છે. 100 વ્યક્તિ દીઠ વૃક્ષોની સંખ્યા સૌથી ઓછી છે. ગાંધીનગર પાલિકામાં પ્રતિ હેક્ટર 152 અને અમદાવાદમાં પ્રતિ હેક્ટર 13.2 વૃક્ષો છે.
ગાંધીનગર પાલિકામાં 54% અને અમદાવાદમાં 4.66% વિસ્તારમાં વૃક્ષો છે. જે ગુજરાતની સરેરાશ 7.57% છે.
સુરત શહેરમાં 100 વ્યક્તિએ 7.5 વૃક્ષ છે. જયારે ગાંધીનગર પાલિકામાં 416 અને અમદાવાદમાં 11.1 છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 10 વર્ષમાં 12 લાખ 98 હજાર વૃક્ષો રોપવામાં આવ્યા હતા. વાર્ષિક 1 લાખ 26 હાજર વૃક્ષો રોપી રહ્યા છે.
સુરત શહેરમાં નડતર રૂપ 7177 વૃક્ષો મહાનગરપાલિકાની મંજૂરીથી અને 922 વૃક્ષો વગર મંજુરીએ કાપવામાં આવેલા હતા. મહાનગરપાલિકા દ્વારા રૂ. 28 લાખ 40 હજાર દંડ વસુલવામાં આવેલો હતો. 225 નોટીસ ઝાડ કાપવા બદલ પાઠવવામાં આવેલી હતી.
8 વર્ષમાં સુરતમાં 1476 વૃક્ષો નડતરરૂપ જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલા છે.
શહેરના જાણીતા RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા માંગવામાં આવેલ માહિતી અંતર્ગત ડે.ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ, જાહેર બાગબગીચા ખાતું સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલ માહિતીમા આ તમામ જાણકારી મળી છે.
ઉત્તર ગુજરાત
ઉત્ત ગુજરાતમાં ત્રણ વર્ષમાં 9836 વૃક્ષો કપાયાં હતા. જે પૈકી 90% વૃક્ષો માત્ર પાટણનાં છે. આ વૃક્ષોમાંથી વનવિભાગને રૂ.74.22 લાખની આવક થઇ છે.
ગાંધીનગર
ગાંધીનગરમાં બાયોટેક્નિકલ રીસર્ચ સેંટર બનાવવા 14 એકરમાં વૃક્ષો કાપવાના હતા. ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીએ પંચામૃત ભવન બનાવવાનો નિર્ણય કર્યો હતો. 20 હજાર વૃક્ષો કાપવાના હતા.
જંગલ કપાયું
વર્ષ 2016-21 દરમિયાન ગુજરાતના જંગલોમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવાના 18469 કેસ નોંધાયા હતા. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં છ રીંછ અભયારણ્યમાં પણ ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવામાં આવ્યા હતા. જેમાં બાલારામ અંબાજી અભયારણ્ય, જેસોર, જાંબુઘોડા, રતન મહેલ, શૂલપાણેશ્વર અને પૂર્ણા અભયારણ્યનો સમાવેશ થાય છે.
છ અભયારણ્યમાં મંજૂર કરાયેલી 48 ચેકપોસ્ટને બદલે માત્ર 18 ચેક પોસ્ટ છે. જેમાંથી માત્ર 12 જ કાર્યરત છે.
42 ટકા જગ્યાઓ ખાલી છે. 110 કર્મચારીઓ અને અધિકારીઓ પર વૃક્ષોની ટોળીઓએ હુમલા કર્યા હતા.
પાટણ, વેરાવળ નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટર, ઓડિટોરિયમ બનાવવા 1 હજાર 200 જેટલા વૃક્ષોનું કોઈ પરમીશન વગર નિકંદન કઢાયું હતું