Accident વડોદરા-આણંદને જોડતો 45 વર્ષ જૂનો પુલ તૂટી પડ્યો, અનેક વાહનો મહી નદીમાં ખાબક્યા
Accident ગુજરાતમાં મહિસાગર નદી પર બનેલો ગંભીરા પુલ ધરાશાયી થયો, જેમાં 5 વાહનો પડી ગયા અને 8 લોકોના મોત થયા. અકસ્માત બાદ 212 કરોડના ખર્ચે નવો પુલ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાતમાં મહિસાગર નદી પર બનેલો પુલ તૂટી પડ્યો છે. પુલ તૂટી પડવાથી અત્યાર સુધીમાં 5 વાહનો પુલમાં પડી ગયા છે. 8 લોકોના મોત થયા છે અને કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ પુલ 1985માં બનાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાસ્થળે ટેકનિકલ નિષ્ણાતોને મોકલીને તપાસ સોંપી છે.
ગુજરાતમાં આજે સવારે એક ભયાનક દુર્ઘટના બની હતી. વડોદરા જિલ્લાના પાદરા અને આણંદ જિલ્લાના વચ્ચે મહીસાગર નદી પર આવેલો આશરે 45 વર્ષ જૂનો પુલ અચાનક તૂટી પડ્યો. આ અકસ્માતમાં ચાર વાહનો—બે ટ્રક, એક બોલેરો અને એક જીપ—પુલ સાથે જ નદીમાં ખાબકી ગયા હતા, જ્યારે એક ટેન્કર પુલના કિનારે લટકી ગયું હતું.
મૃત્યુ અને બચાવ કામગીરીની માહિતી
આ દુર્ઘટનામાં હાલ સુધીમાં બે લોકોના મોતની પૃષ્ઠિ થઈ છે અને ત્રણ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. ઘટના સ્થળે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ, પાદરા પોલીસ અને વહીવટી તંત્રની ટીમ પહોંચી ગઈ હતી. મહીસાગર નદીમાં પડેલા વાહનોને બહાર કાઢવા માટે NDRF અને સ્થાનિક તરવૈયાઓના સહયોગથી કામગીરી ચાલી રહી છે.
પુલની ઓળખ અને સ્થાનિકોમાં રોષ
અકસ્માત જે પુલ પર થયો તે પુલને પાદરા-ગંભીરા પુલ તરીકે ઓળખવામાં આવે છે. હાલ ઘટનાને પગલે નજીકના મુજપુર ગામ સહિત આસપાસના વિસ્તારોના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા છે. લોકોમાં ભારે રોષ છે અને તેઓનું કહેવું છે કે વર્ષો જૂના પુલની હાલત ખરાબ હોવા છતાં તેની સમયસર મરામત ન કરવામાં આવી.
અધિકારીઓ દોડી આવ્યા, તપાસ શરૂ
અકસ્માત બાદ જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અકસ્માતના કારણો જાણવા અને જવાબદારી નક્કી કરવા માટે તપાસ શરૂ કરી દેવાઈ છે. તંત્રે પુલનો બંને તરફથી ટ્રાફિક બંધ કરી દીધો છે અને વિકલ્પી માર્ગો માટે વ્યવસ્થા ગોઠવી છે.