Gujarat ATS: શોખ મોંઘો પડ્યો: 25 લાખ આપી લાવવામાં આવ્યા નકલી હથિયાર લાયસન્સ, 16 આરોપી ઝડપાયા
Gujarat ATS: ગુજરાતમાં હથિયાર શોખીનો અને બોગસ હથિયાર લાયસન્સના મોટાં રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATSને ફરી એક વખત મોટી સફળતા મળી છે. નાગાલેન્ડથી બનાવટ હથિયાર લાયસન્સ મેળવીને કાયદેસર રીતે હથિયાર રાખી રહેલા શખ્સોની તપાસમાં વધુ 16 આરોપીઓ ATSના જાળમાં ફસાયા છે. ટીમે તેમની પાસેથી કુલ 15 હથિયાર અને 489 કારતૂસ જપ્ત કર્યા છે.
અગાઉ પકડાયેલ સાત આરોપીઓની ધરપકડ બાદ મળી નવી કડીઓ
આ સમગ્ર કૌભાંડની મૂળ તપાસ ગત 8 એપ્રિલે શરૂ થઈ હતી, જ્યારે Gujarat ATSએ બોગસ લાયસન્સ ધરાવતા 7 શખ્સોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 6 હથિયાર અને 135 કારતૂસ મળ્યા હતા. આની વધુ તપાસ દરમિયાન હજુ વધુ 16 લોકોના નામ સામે આવ્યા છે.
કોણ છે આ 16 હથિયાર શોખીનો?
પકડી પાડેલા લોકોમાં એવા શખ્સોનો સમાવેશ થાય છે જેમણે લગ્ન કે ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપતી વખતે હથિયાર ધારણ કરનારા લોકોને જોઈને પ્રભાવિત થઈ પોતે પણ લાયસન્સ મેળવવાનો નિર્ણય લીધો હતો. આ તમામે નાગાલેન્ડ કે અન્ય રાજ્યમાંથી બનાવટ લાયસન્સ મેળવવા માટે 5થી 25 લાખ રૂપિયાની રકમ ચૂકવેલી હતી. પૈસા આંગડિયા અને બેંક મારફતે ચૂકવાયા હતા.
પકડાયેલા શખ્સોના નામ અને ચૂકવેલી રકમ:
અનિલ રાવલ – ₹4.50 લાખ
અરજણ ભરવાડ – ₹3.20 લાખ
ભરત ભરવાડ – ₹3.50 લાખ
દેહુલ ભરવાડ – ₹7 લાખ
દેહુર ભોકરવા – ₹9 લાખ
જનક પટેલ – ₹10.10 લાખ
જય પટેલ – ₹9 લાખ
જગદિશ ભુવા – ₹8.50 લાખ
લાખા ભરવાડ – ₹3.50 લાખ
મનિશ રૈયાણી – ₹10 લાખ
નિતેશ મિર – ₹50 હજાર
રમેશ ભરવાડ – કોઈ રકમ ચૂકવાઈ નથી
રિશિ દેસાઈ – ₹7 લાખ
સમિર ગધેથરિયા – ₹4.50 લાખ
વિરાજ ભરવાડ – ₹4.50 લાખ
વિરમ ભરવાડ – ₹3 લાખ
પૂર્વી ભારતના કાળાં કેડાં સુધી પહોંચેલી તપાસ
ATSની તપાસમાં ખુલ્યું છે કે આ તમામ લાયસન્સ નાગાલેન્ડ અને મણિપુરમાંથી કરવામાં આવ્યા હતા. હથિયાર લાયસન્સ અપાવનારા શખ્સોની ઓળખ સૌકતઅલી, ફારૂકઅલી, સોહિમઅલી અને આસિફ તરીકે કરવામાં આવી છે. તેઓ હરિયાણાના નૂહ જિલ્લામાં રહે છે. શંકા છે કે નાગાલેન્ડ અને મણિપુરના પ્રશાસકીય અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોઈ શકે.
કુલ 108 લોકો સામે નોંધાઈ ફરિયાદ
આ કેસમાં અત્યાર સુધી કુલ 108 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી હવે સુધી 23ની ધરપકડ થઈ છે. ત્યારે હવે આરોપીઓના સેલિબ્રિટી કનેક્શન અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે.
કેટલાક પર ગુનાઓ પણ નોંધાયેલા
પકડી પાડાયેલા 16માંથી 6 પર અગાઉથી ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે:
અરજણ ભરવાડ – 2 ગુના
જનક પટેલ – 1 ગુનો
જગદિશ ભુવા – 1 ગુનો
મનિશ રૈયાણી – 4 ગુના
રમેશ ભરવાડ – 2 ગુના
વિરમ ભરવાડ – 1 ગુનો
ગુજરાત ATS હવે સમગ્ર રેકેટની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અપેક્ષા છે કે આ ગુના પાછળના મોટાં નામો પણ જલદી જ સામે આવશે.