અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપનાં બે દિગ્ગજોએ લવ જેહાદ મુદ્દે અતિ મહત્વનાં નિવેદનો આપ્યા હતાં. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં હિન્દુ દીકરીઓની સુરક્ષા કરાશે. જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને ષડયંત્ર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, દીકરીઓ ફંસાવનારાઓને નહીં છોડવામાં આવે.
દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત રિવરફ્રન્ટમાં ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ યોજાયો હતો. વડા પ્રધાન મોદીને આશીર્વાદ આપવા આ મંચ પર રાજ્યના 900 સંતો હાજર રહ્યા હતા. જેમાં સી એમ ભુપેન્દ્ર પટેલ , પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહીત તમામ મંત્રીઓની આ કાર્યક્રમમાં હાજરી હતી. આ દરમિયાન લવ જેહાદને લઈને ચર્ચા કરતા સી આર પાટીલે જણાવ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં હિન્દુ દીકરીઓની સુરક્ષા કરવામાં આવશે.વધુમાં તેમણે કહ્યું હતું કે, લવજેહાદનાં કિસ્સાઓ કરનારને છોડવામાં નહીં આવે.
ગૃહમંત્રી હર્ષભાઈ કાર્યવાહી કરી રહ્યા છે. તો હર્ષ સંઘવીએ આ અંગે જણાવ્યું હતું કે, લવ જેહાદ એક મોટું ષડયંત્ર છે. પ્રેમ કરવો એ ખોટું નથી. પરંતુ ઓળખ છૂપાવીને છોકરીઓને ફસાવવી તે ચલાવી લેવાય નહીં. ખોટા દસ્તાવેજ બનાવી છોકરીઓને ફસાવનારને છોડાશે નહીં. પાલિતાણાના બંને કેસમાં ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. અને બંને દીકરીઓના પરિવાર સાથે તેઓ મુલાકાત કરનાર હોવાનું પણ જણાવ્યું હતું.