Gujarat Board Results : ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના પરિણામની તૈયારી અંતિમ તબક્કે, અપેક્ષિત તારીખ જાણો!
Gujarat Board Results : ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આ વર્ષે ફેબ્રુઆરીના છેલ્લાં સપ્તાહમાં યોજાઈ હતી. સામાન્ય રીતે આ પરીક્ષાઓ માર્ચના બીજા કે ત્રીજા અઠવાડિયામાં લેવાતી હોય છે, પરંતુ આ વખતે પરીક્ષાનું આયોજન વહેલું કરવામાં આવ્યું હતું. પરિણામ પણ સમયસર જાહેર થાય તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કામ ગતિશીલ બનાવવામાં આવ્યું છે.
પરિણામ ક્યારે આવશે?
બોર્ડ દ્વારા પરીક્ષાના પરિણામની તૈયારી અંતિમ તબક્કામાં છે અને આ પરિણામ એપ્રિલ મહિનાના અંતમાં જાહેર થવાની શક્યતા છે. હાયર એજ્યુકેશન માટે પ્રવેશ પ્રક્રિયા સમયસર શરૂ થઈ શકે તે માટે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી રહી છે.
ઉત્તરવહીઓ ચકાસણીનો દોર
પરિણામ તૈયાર કરવા માટે રાજ્યભરના 450થી વધુ મૂલ્યાંકન કેન્દ્રોમાં 65,000થી વધુ શિક્ષકો જોડાયા છે. બોર્ડે આ પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પણ ઝડપી ગતિએ આગળ વધાર્યું છે.
ધોરણ 10 અને 12 માટે કુલ 77 લાખ ઉત્તરવહીઓ ચકાસવાની હતી.
અત્યાર સુધીમાં 69 લાખ ઉત્તરવહીઓ ચકાસી દેવામાં આવી છે.
બાકીની ચકાસણી 4 એપ્રિલ સુધીમાં પૂરી થાય તેવી શક્યતા છે.
શિક્ષકો માટે કડક નિર્દેશ
મૂલ્યાંકન પ્રક્રિયામાં હાજર ન રહેનાર શિક્ષકોને બોર્ડ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે.
પરિણામ માટે અપેક્ષા
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે હાયર એજ્યુકેશન માટેની પ્રવેશ પ્રક્રિયા પર પણ પરિણામના સમયસર જાહેર થવાને અસર થશે. પરીક્ષાર્થીઓએ તાજેતરના અપડેટ્સ માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવી જરૂરી છે.