Gujarat Budget 2025: શિક્ષણ ક્ષેત્ર માટે રાજ્ય સરકારે ખોલ્યો ખજાનો, બજેટમાં ₹59,999 કરોડની ફાળવણી
શિક્ષણ વિભાગ માટે બજેટમાં ₹૫૯,૯૯૯ કરોડની જોગવાઇ
મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત ૨૫ હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે ₹૨૯૧૪ કરોડની જોગવાઇ
ગાંધીનગર, ગુરુવાર
Gujarat Budget 2025 : ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા 21મી સદીની જરૂરિયાતો અને વૈશ્વિક બજારની માગ મુજબ વિકસિત થઈ રહી છે. ટેકનોલોજી, નવોદિતતા અને કુશળતા વિકાસ દ્વારા “વિકસિત ભારત 2047″ના લક્ષ્યને સિદ્ધ કરવામાં રાજ્ય મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
શિક્ષણ માટે વિશેષ જોગવાઇ:
મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે 25,000 વર્ગખંડોના પુનર્નિમાણ માટે ₹2,914 કરોડની ફાળવણી.
નમો લક્ષ્મી યોજના માટે ₹1,250 કરોડની જોગવાઇ.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹782 કરોડની ફાળવણી.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 2.50 લાખ વિદ્યાર્થીઓને સહાય માટે ₹250 કરોડની જોગવાઇ.
એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ માટે બસ પાસ ફી રિબેટ માટે ₹223 કરોડની ફાળવણી.
જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો માટે ₹200 કરોડની જોગવાઇ.
રાજ્યની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 22,000થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ.
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ 75,000 વિદ્યાર્થીઓને સહાય માટે ₹100 કરોડની ફાળવણી.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ માટે ₹70 કરોડની જોગવાઇ.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ:
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) હેઠળ 78,000 વિદ્યાર્થીઓને સહાય માટે ₹410 કરોડની ફાળવણી.
અમદાવાદની એલ.ડી. ઈજનેરી કોલેજ અને અન્ય 6 ટેકનિકલ સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ સ્થાપવા માટે ₹175 કરોડની ફાળવણી.
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના (CMSS) માટે 2,500 વિદ્યાર્થીઓને સહાય આપવા ₹32 કરોડની જોગવાઇ.
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (GIT) માટે ₹100 કરોડની ફાળવણી, જે વિદ્યાર્થીઓને ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર, ફિનટેક, એરોસ્પેસ જેવા ક્ષેત્રોમાં કૌશલ્ય વિકસાવવા માટે ઉપયોગી થશે.
ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) માટે ₹30 કરોડની જોગવાઇ.
રાજ્યમાં 4 નવા પ્રાદેશિક i-Hub કેન્દ્રો સ્થાપવા માટે આયોજન, સ્ટાર્ટઅપ્સ-ઇનોવેટર્સને નાણાંકીય સહાય માટે ₹25 કરોડની ફાળવણી.
પીએચડી સંશોધન વિદ્યાર્થીઓ માટે “શોધ યોજના” હેઠળ ₹20 કરોડની જોગવાઇ.
5 સરકારી કોલેજોમાં સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા માટે ₹8 કરોડની ફાળવણી.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર:
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે ₹2,782 કરોડની ફાળવણી.
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) માટે ₹206 કરોડની ફાળવણી, જેમાં આદિજાતિ વિસ્તાર માટે ₹73 કરોડનો સમાવેશ.
શ્રમિક બસેરા યોજના માટે ₹200 કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના માટે ₹122 કરોડની ફાળવણી.
શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે ₹90 કરોડની ફાળવણી.
બાંધકામ શ્રમિકો માટે કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટી મારફતે તાલીમ માટે ₹75 કરોડની જોગવાઇ.
ITI તાલીમાર્થીઓના સ્ટાઈપેન્ડમાં વધારો, જે માટે ₹70 કરોડની ફાળવણી.
ધન્વંતરી આરોગ્ય રથ યોજના માટે ₹50 કરોડની જોગવાઇ.
ITI માટે અદ્યતન મશીનરી અપગ્રેડ કરવા માટે ₹42 કરોડની ફાળવણી.
કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટી માટે ₹40 કરોડની ફાળવણી.
ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં રહેલી યોજનાઓ માટે ₹29 કરોડની ફાળવણી.
કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટીના બાંધકામ માટે ₹27 કરોડની જોગવાઇ.
આ બજેટ ગુજરાતના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્ર માટે મોટી કૂદકો સાબિત થશે, જેનાથી વિદ્યાર્થીઓ અને શ્રમિકોને બહોળા લાભ મળશે.