કડી અને વિસાવદર વિધાનસભાની બંને બેઠકો પર પેટા-ચૂંટણી માટે આગામી 19મી જૂનના રોજ મતદાન થવાનું છે. ત્યારે બંને વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી પત્રો પરત ખેચવાનો 5 જૂનના રોજ અંતિમ દિવસ હતો.
જેમાં કડીની અનુસૂચિત જાતિની અનામત બેઠક માટે 08 ઉમેદવારો અને વિસાવદર સામાન્ય બેઠક માટે 16 જેટલા ઉમેદવારોએ મેદાનમાં છે. ત્યારે હવે વિસાવદર અને કડી બંને પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળવાનો છે. આ બેઠકની પેટા-ચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો વચ્ચે જંગ ખેલશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની 24-કડી (અ.જા.) તથા 87-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું તા.26.05.2025 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલ હતી.
વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કાર્યક્રમ અનુસાર 03.06.2025 ના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી તથા તા.05.06.2025ના રોજ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો.
કડીની અનુસૂચિત જાતિની અનામત બેઠક માટે ઉમેદવારોના નામ
1. ચાવડા જગદીશભાઈ ગણપતભાઈ-આમ આદમી પાર્ટી
2.રમેશભાઈ મગનભાઈ ચાવડા- ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
3.રાજેન્દ્રકુમાર (રાજુભાઈ) દાનેશ્વર ચાવડા-ભારતીય જનતા પાર્ટી
4.ડૉ. ગિરીશભાઈ જેઠાભાઈ કાપડીયા-પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી
5.જયેન્દ્ર કરશનભાઈ રાઠોડ-રાઈટ ટુ રીકોલ પાર્ટી
6.પ્રવિણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ-ભારતીય જન પરિષદ
7.મકવાણા કમલેશભાઈ-સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી
8.મકવાણા દશરથભાઈ ગણપતભાઈ-આપકી આવાઝ પાર્ટી
વિસાવદર જનરલ બેઠક માટે ઉમેદવારોના નામ
1.ઈટાલીયા ગોપાલ-આમ આદમી પાર્ટી
2-.કિરીટ પટેલ-ભારતીય જનતા પાર્ટી
3.નીતીન રાણપરીયા-ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
4.કિશોરભાઈ કાનકડ-પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી
5.તુલસી લાલૈયા-અપક્ષ
6.નિરૂપાબેન નટવરલાલ માધુ-અપક્ષ
7.પટેલ બિનલકુમાર વિષ્ણુભાઈ-અપક્ષ
8.પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઈ-અપક્ષ
9.નારીગરા ભરતભાઈ એસ. પ્રજાપતિ-અપક્ષ
10.યુનુસભાઈ હુસુનભાઈ સોલંકી-અપક્ષ
11.રજનીકાંત વાધાણી-અપક્ષ
12.રાજ પ્રજાપતિ-અપક્ષ
13.સુરેશ માલવીયા-અપક્ષ
14.સોલંકી રોહિત બધાભાઈ-અપક્ષ
15.સંજય હિતેષભાઈ ટાંક-અપક્ષ
16.હીતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા-અપક્ષ
ઉમેદવારીપત્રોના સોગંદનામાં વેબસાઇટ પરથી જોઇ શકાશે
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૫ ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-26 ) પણ રજૂ કરવાનું રહે છે.
જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના 24 કલાકની અંદર મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્ક પર જઈને જોઈ શકાશે.