મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસ માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત 27 એપ્રિલ, બુધવારે રૂ. 1184 કરોડના ચેકનું વિતરણ કરશે. આ માહિતી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના સીઈઓ બીસી પટણીએ આપી છે.
ગાંધીનગરના મહાત્મા મંદિરના SR-4 હોલમાં બપોરે 2.30 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ રાજ્યની નગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને સત્તાવાળાઓને વિવિધ વિકાસ કામો માટે ભંડોળ ફાળવે છે. જે મુજબ આ વર્ષે પણ મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં રૂ.1184 કરોડના ચેકનું વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે મંત્રીમંડળના સભ્યો, મહાનગરપાલિકા અને નગરપાલિકાના પદાધિકારીઓ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
”આઝાદી કા અમૃત મહોત્સવ” ભારતની આઝાદીની લડતનો વારસો..
૧૫ ઓગસ્ટ ૧૯૪૭નાં રોજ ભારતે બ્રિટીશ રાજ્ય પાસેથી આઝાદી પ્રાપ્ત કરીને ત્રિરંગો ઝંડો લહેરાવ્યો ત્યારબાદ આ દેશે લોકશાહી અને પ્રજાસત્તાક વ્યવસ્થાને અનુરૂપ રાજકીય અને સામાજિક મૂલ્યોને આધારે અનેક ક્ષેત્રોમાં આશ્ચર્યજનક તરક્કી કરી છે. પાકિસ્તાને મિલિટરી ડીક્ટેટરશીપ વિકસાવી, ભારતે લોકશાહીની રીતરસમો વિકસાવી. તેથી ૨૦૨૧નું ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે તે સ્વાભાવિક છે. વિશ્વભરનાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં ઈતિહાસમાં ભારતની આઝાદીની લડત અજોડ અને અદ્વીતીય ગણાય છે કારણ કે તે સત્ય અને અહિંસાના પાયા પર રચાયેલી પ્રચંડ માસ મુવમેન્ટ હતી. આ લોકલડતનાં સારાં તેમજ નબળા પાસાંઓ હતા. તેની જાણકારી મહત્વની છે. આ લડતમાંથી આજે શીખવા જેવું ઘણું છે.
ભારતની આઝાદીની લડત : પ્રચંડ માસ મુવમેન્ટ છે..
ભારતની આઝાદીની લડતની એક બીજી વિશેષતા તે તેની પ્રચંડ માસ મુવમેન્ટ છે. તીલક, ગોખલે, ગાંધીજી દાદાભાઈ નવરોજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરૂ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, શામજીકૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા અને પંડિત મદનમોહન માલવીયા જેવા મોટા મોટા નેતાઓ તો ખરા જ, પણ જો તેમને મધ્યમ વર્ગનાં બૌધ્ધિકો ઉપરાંત લાખો-કરોડો ખેડૂતો, આદિવાસીઓ, દલિતો, ઔદ્યોગિક કામદારો, ખેતમજૂરો અને અન્ય શ્રમજીવીઓનો સાથસહકાર સાંપડયો ના હોત, તો અંગ્રેજોને હિંદ છોડવાની ફરજ પડી ના હોત. મોટાં મોટાં આંદોલનો નેતાઓ દ્વારા શરૂ થાય છે, પણ તેને સફળતા તરફ વિરાટ જનતા દોરી જાય છે. સ્વદેશી આંદોલન (૧૯૦૪-૧૯૦૮), ખેડા સત્યાગ્રહ (૧૯૧૮), અસહકારનું આંદોલન (૧૯૨૦-૨૨), બારડોલી સત્યાગ્રહ (૧૯૨૮), સવિનય કાનૂન ભંગની ચળવળ અને દાંડીકૂચ (૧૯૩૦-૩૨) અને ૧૯૪૨ની હિંદ છોડો લડત આ કથનની સાક્ષીરૂપ છે.