Gujarat: કૂપોષણને લઈ ફરી એક વાર ગુજરાતની ચર્ચા ચાલી રહી છે. આમ તો ગુજરાતને ભાજપ દ્વારા મોડેલ સ્ટેટ અથવા તો ‘ગ્રોથ એન્જિન’ ગણાવવામાં આવે છે ત્યારે ગુજરાતમાં દર ચોથું બાળક કુપોષિત હોવાનું બહાર આવ્યું છે. કથિત રિપોર્ટ મુજબ ત્રિપુરા, ઝારખંડ કરતા પણ ખરાબ સ્થિતિ છે. ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી વયના 39.73 ટકા બાળકો કુપોષિત છે.
મોદી સરકાર દ્વારા ગુજરાતને ‘મોડેલ સ્ટેટ’ કે ‘ગ્રોથ એન્જિન’ જેવા રૂપાળા નામ આપીને વિશ્વ સમક્ષ સુંદર ચિત્ર ભલે રજૂ કરવામાં આવ્યું હોય, પરંતુ વાસ્તવિક ચિત્ર ખૂબ જ ચિંતા ઉપજાવે તેવું છે.
Gujarat લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં
પાંચ વર્ષથી ઓછી વયના 39.73 ટકા બાળકો કુપોષિત છે. એટલે કે, રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે. આ ઉપરાંત 21.39 ટકા બાળકોનાં નિર્ધારીત માપદંડ કરતા ઓછું વજન હોવાનું સામે આવ્યું છે. જૂન 2024માં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે.
ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 46.36 ટકા, મહરાષ્ટ્રમાં 44.59 ટકા,
આસામમાં 41.98 ટકા બાળક કુપોષિત છે. બાળકોમાં કુપોષણને મામલે ત્રિપુરા, ઝાખરંડ, ઓડિશા, છત્તીસગઢ જેવા રાજ્યો કરતા પણ ગુજરાતની સ્થિતિ બદતર છે. બાળકોમાં કુપોષણમાં ગુજરાતની સ્થિતિ સુધરવાનું નામ જ લઈ રહી નથી. 2022માં 51.92 ટકા અને 2023માં 43.78 બાળકો કુપોષિત હતાં.
મીડિયામા થતી ચર્ચા મુજબ કુપોષણની આ સ્થિતિ દૂર કરવામાં સરકારને જ રસ નથી તેમ જણાય છે.
‘મિશન પોષણ 2.0’ હેઠળ ગુજરાતને છેલ્લા ત્રણ વર્ષમાં 2879.૩૦ કરોડનું ફંડ અપાયું છે. તેમાંથી માત્ર 1310.23છ કરોડ જ ફંડનો ઉપયોગ થયો છે. રાજ્યના બાળકો માત્ર કુપોષણ જ નહીં ઓછા વજનની સમસ્યા પણ ધરાવે છે. પાંચ વર્ષ સુધીના 21.39 ટકા બાળકોનું અપૂરતું વજન છે. ગુજરાતમાં 2023માં 20.40 ટકા,2022માં 23.54 ટકા બાળકોનું વજન અપૂરતું હતું, જેના પરથી જ આ મામલે પણ તંત્ર કોઈ પ્રકારના પગલાં નહીં લેવામાં આવ્ય્ હોવાનું જણાય છે.
જૂન 2024 સુધી દેશમાં 36.52 ટકા બાળકોને કુપોષણ અને
16.43 ટકા બાળકોને અપૂરતા વજનની સમસ્યા છે. આ સ્થિતિએ દેશની સરેરાશ કરતા પણ ગુજરાતની સ્થિતિ નબળી છે. અપૂરતા વજનની સૌથી વધુ સમસ્યા હોય તેવા મોટા રાજ્યોમાં મધ્યપ્રદેશ પછી ગુજરાત બીજા સ્થાને છે.