Gujarat Congress ગુજરાત કોંગ્રેસના નવા પેનલમાં વિવાદ: મહિલાઓ અને મુસ્લિમોને નકારી દીધા?
- ગોડફાધરીયા કલ્ચરને આગળ વધારતા શક્તિસિહં ગોહીલ, લોકોની સમસ્યા માટે નહીં લડતા તેવા નેતાઓને પ્રમુખ તરીકે ઠઠાડી દેવાયા
Gujarat Congress ગાંધીનગર કોબા સર્કલ પર બેસીને ભગવા રંગે તૈયાર કરેલી લૂલા, લંગડા, લગ્ન અને રેસના ઘોડા એવા કોંગ્રેસ પ્રમખોની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસની આ યાદી રાહુલ ગાંઘીના 245 લોકોએ આખા ગુજરાતના ગામોમા ફરીને કેસરી ઘોડાને જીતાડવા તૈયાર કરી હોય એવું એકતરફી ચૂંટણી યુધ્ધ લાગે છે. રાહુલ ગાંધીના ઓબ્ઝર્વરોએ શું નિરીક્ષણ કરીને આ યાદી તૈયાર કરી છે તેના પર મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે.
અમદાવાદ સંમેલનમાં રાહુલ ગાંધીએ રેસ અને લગ્નના ઘોડાની વ્યાખ્યા કરીને કેટલાક લોકોને ધરે બેસાડવાની જાહેરાત કરી હતી. પરંતુ શહેર અને જિલ્લા પ્રમુખોની યાદી જોતાં આમાં મહિલાઓની સંપૂર્ણ બાદબાકી કરી દેવામાં આવી છે જ્યારે મુ્સિલમ સમાજનો પણ ઘરમૂળથી છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ અમદાવાદમાં મહિલાના પ્રતિનિધિત્વને લઈ કરેલી જાહેરાત માત્રને માત્ર ગુલબાંગ પુરવાર થઈ રહી છે. શહેર અને જિલ્લામાં એકેય મહિલાને ક્યાંય પણ સ્થાન આપવામાં આવ્યું નથી.
વધુમાં મુસ્લિમોને સ્થાન નહીં આપીને કોંગ્રેસ દ્વારા પણ ભાજપની રાહે નિમણૂંક આપવામાં આવી રહી હોવાનું ફલિત થઈ રહ્યું છે. કોંગ્રેસની અત્યાર સુધી વોટ બેંક મનાતા મુસ્લિમોમાં આના કારણે મોટાપાયા પર રોષ અને નારાજગી જોવા મળી રહી છે તો મહિલાઓમાં અસંતોષ ભભૂકૂ રહ્યો છે.
શક્તિસિંહ ગોહીલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સીધી રીતે જૂથવાદની ચાડી ખાય છે. રાહુલ ગાંધી ગોડફાધર કલ્ચરને કોંગ્રેસમાંથી નાબુદ કરવા મથી રહ્યા છે ત્યારે પ્રમુખોની યાદીમાં ગોડફાધર કલ્ચર, ભાજપ સાથે છાનગપતિયા કરતા નેતાઓનો જ વધારે સમાવેશ થયો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. આ ઉપરાંત પ્રમુખોની યાદી જોતાં એવું પણ લાગે છે કે લોકોની સમસ્યા કે તેનાં ઉકેલ માટે કોંગ્રેસ માટે સંધર્ષ કરી શકે તેવા ચહેરાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.
રાહુલ ગાંધી કેવી રીતે ગુજરાતમાં ભાજપને હરાવશે હવે તેના પર મોટો પ્રશ્ન મૂકાઈ ગયો છે. રાહુલ ગાંધીના હોકાટા-દેકારા માત્ર અને માત્ર માઈક પૂરતા સીમિત થઈ ગયા હોવાનું લાગી રહ્યું છે.
ગુજરાત કોંગ્રેસના શહેર અને જિલ્લા પ્રમુખોની યાદી
1. અમદાવાદ શહેર – સોનલ પટેલ
2. અમદાવાદ ગ્રામ્ય -રાજેશ ગોહીલ
3. અમરેલી – પ્રતાપ દુધાત
4. આણંદ – અલ્પેશ પઢીયાર.
5. અરવલ્લી – અમ્રૂત પટેલ
6. બનાસકાંઠા – ગુલાબસિંહ રાજપૂત.
7. ભરૂચ – રાજેન્દ્ર રાણા .
8. ભાવનગર ગ્રામીણ – પ્રવિણ રાઠોડ
9. ભાવનગર શહેર – મનોહર પટેલ
10. બોટાદ – હિંમત કટારીયા
11. છોટા ઉદેપુર – શશીકાંત રાઠવા
12. દાહોદ – હર્ષદ નિનામા
13. ડાંગ – સ્નેહિલ ઠાકરે
14. દેવભૂમિ દ્વારકા – પાલ આંબલિયા
15. ગાંધીનગર – અરવિંદ સોલંકી
16. ગાંધીનગર શહેર – શક્તિ પટેલ
17. ગીર સોમનાથ – પુંજા વંશ
18. જામનગર શહેર – વિરેન્દ્ર જાડેજા
19. જામનગર ગ્રામીણ – મનોજ કથીરિયા
20. જૂનાગઢ શહેર – મનોજ જોષી
21. ખેડા – કાળુભાઈ ડાભી
22. કચ્છ – વી.કે. હુંબલ
23. મહિસાગર – હર્ષદ પટેલ
24. મહેસાણા – બળદેવ ઠાકોર
25. મોરબી – કિશોર ચીખલીયા
26. નર્મદા – રણજીત તડવી
27. નવસારી – શૈલેષ પટેલ
28. પંચમહાલ – ચેતન પરમાર
29. પાટણ – ઘેમર પટેલ
30. પોરબંદર – રામ મારુ
31. રાજકોટ શહેર – ડૉ. રાજદીપ જાડેજા
32. રાજકોટ ગ્રામ્ય – હિતેશ વ્હોરા
૩૩. સાબરકાંઠા – રામ સોલંકી
34. સુરત ગ્રામ્ય – આનંદ ચૌધરી
35. સુરત શહેર – વિપુલ ઉધનાવાલા
36. સુરેન્દ્રનગર – નૌશાદ સોલંકી
37. તાપી – વૈભવ છીતુભાઈ ગામીત
38. વડોદરા ગ્રામ્ય – જસપાલ પઢિયાર
39. વડોદરા શહેર – ઋત્વિક જોષી
40. વલસાડ – કિશન પટેલ