Gujarat Congress New District and City Presidents : અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી: કોણ બન્યું પ્રમુખ? જાણો સંપૂર્ણ યાદી
Gujarat Congress New District and City Presidents : ગુજરાત કોંગ્રેસ દ્વારા “સંગઠન સૃજન અભિયાન” હેઠળ રાજ્યભરના 40 જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક જાહેર કરવામાં આવી છે. 2027 વિધાનસભાની ચૂંટણીમાં મજબૂત પડકાર આપવા માટે નવા નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા વિપક્ષ નેતા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવાયો છે.
અમદાવાદથી લઈ વલસાડ સુધી નવા પ્રમુખોની યાદી
અમદાવાદ શહેરમાં સોનલ પટેલ અને જિલ્લા પ્રમુખ તરીકે રાજેશ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. જયારે જૂનાગઢ શહેરમાં મનોજ જોશી, સુરેન્દ્રનગરમાં નૌશાદ સોલંકી, મોરબીમાં કિશોર ચીખલીયા, ભાવનગરમાં મનોહરસિંહ લાલભા તથા મહેસાણામાં બળદેવજી ઠાકોરને પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
અન્ય જિલ્લાઓમાં નવા ચહેરાઓ
અમરેલી: પ્રતાપ દુધાત
આણંદ: અલ્પેશ પઢીયાર
અરવલ્લી: અરુણ પટેલ
બનાસકાંઠા: ગુલાબસિંહ રાજપુત
ભરૂચ: રાજેન્દ્રસિંહ રાણા
છોટાઉદેપુર: શશીકાંત રાઠવા
દાહોદ: હર્ષદ નિનામા
જામનગર: વીરેન્દ્રસિંહ જાડેજા (શહેર), મનોજ કાથીરિયા (જિલ્લો)
તમામ પ્રમુખોની યાદી જાહેર
ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામ જિલ્લામાં નવા પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં સુરત, રાજકોટ, વડોદરા, વલસાડ, મહેસાણા સહિત તમામ જિલ્લાના નેતાઓનો સમાવેશ થાય છે. આ નવા ચહેરાઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની વ્યૂહરચના મજબૂત બનાવવા માટે મહત્વનો ભાગ ભજવશે.
સંગઠનાત્મક ફેરફારોનો ઉદ્દેશ્ય
આ નવી નિમણૂકો દ્વારા કોંગ્રેસે પોતાના કાર્યકર્તાઓમાં ઉર્જા ભરવાની અને ચૂંટણી માટે સંગઠનને મજબૂત બનાવવાની વ્યૂહરચના અપનાવી છે.