Gujarat: આર્થિક રીતે નબળા વર્ગ માટે વિદ્યાર્થીઓ માટેના 10 ટકા ક્વોટાનો દુરુપયોગ થતો હોવાની ડૉ.સોનીને જાણ હતી.
તેમનું રાજીનામું બોગસ પ્રમાણપત્રો રજુ કરનારા યુપીએસસીના ગુજરાતના કે દિલ્હીના ઉમેદવારોની પસંદગીના વિવાદ સાથે જોડાયેલું છે. એક મહિના પહેલા જ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું મોકલ્યું હતું.
59 વર્ષના મનોજ સોની હવે મધ્ય ગુજરાતમાં જશભાઈ સાહેબજીએ સ્થાપેલા અનૂપમ મિશનમાં સાણંદ રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છે જે આ મિશન ચલાવે છે. સોનીની માતા પણ આ મિશનમાં સેવા આપતા હતા. ડૉ.સોની હંમેશા કપાળ પર સ્વામિનારાયણનું તિલક લગાવે છે.
1990માં એમ.એસ.યુનિવર્સિટીમાંથી પોલિટિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ડૉ.મનોજ સોની દેશના સૌથી યુવા કુલપતિ બન્યા હતા. ડૉ.સોનીએ વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી. કર્યું ત્યારે ત્યારે તેઓ 40 વર્ષના હતા.
ડૉ. સોનીએ પોતાનું ડૉક્ટરેટ સંશોધન નિબંધ ” પોસ્ટ કોલ્ડ વૉર ઇન્ટરનેશનલ સિસ્ટેમિક ટ્રાન્ઝિશન ઍન્ડ ઇન્ડો- યુ.એસ. રિલેશન” ઉપર લખ્યો હતો અને વિદ્યાવાચસ્પતિની પદવી મેળવી હતી.
વર્ષ 1992 અને 1995 દરમિયાન સૌથી પહેલું અને વિશિષ્ટ પ્રકારનું સંશોધન કાર્ય હતું.
આ સંશોધન કાર્યમાં શીતયુદ્ધ પછીના પ્રણાલિકાગત સંક્રમણને એક વૈચારિક માળખા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ડૉ. સોની તેમના કામને કારણે અનેક પુરસ્કારો મેળવી ચૂક્યા છે.
વર્ષ 2013માં ડૉ. સોનીને આઈ. ટી. સાક્ષરતા સાથે સમાજના વંચિત વર્ગોને અધિકારો આપવાના કુશળ નેતૃત્વ બદલ બેટોન રોગ, લૂસિયાના, યુ.એસ.એના મેયર દ્વારા ‘ઑનરરી મેયર પ્રેસિડેન્ટ ઑફ ધ સિટી ઑફ બેટોન રોગ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વર્ષ 2015માં તેઓને ચાર્ટડ ઇસ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ અકાઉન્ટન્ટ્સ લંડન, યુ.કે દ્વારા ડિસ્ટનસ લર્નિંગના સફળ નેતૃત્વ બદલ વર્લ્ડ ઍજ્યુકેશન કૉંગ્રેસ ગ્લોબલ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ભૂતકાળમાં અનેક ઉચ્ચ સંસ્થાઓમાં બોર્ડ ઓફ ગવર્નન્સમાં સેવા આપી છે. ગુજરાત સરકાર દ્વારા બનવવામાં આવેલા ફી અધિનિયમ માળખામાં તેમણે સેવા આપી હતી.
વર્ષ 2002માં થયેલાં ગુજરાતનાં રમખાણોમાં રાજ્ય સરકાર સંપૂર્ણ નિર્દોષ છે એવું પ્રમાણપત્ર આપતું પુસ્તક લખીને કોઈ પણ શૈક્ષણિક સફળતા મેળવ્યા વિના ડૉ. મનોજ સોની વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિપદનો લાભ પામ્યા હતા.
આ રીતે સરકારનાં કામોની અને સરકારની પ્રસંશા કરીને તેઓ UPSCના ચૅરમૅનપદ સુધી પહોંચ્યા છે.
એમ. એસ. યુનિવર્સિટીમાં શૈક્ષણિકને બદલે રાજકીય વાતાવરણ બનાવી દીધું હતું. વડોદરામાં પૂર આવ્યું હતું અને બીજી તરફ તેમણે યુનિવર્સિટીના ગુંબજના ઉદ્ઘાટન માટે તે સમયનાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી તેમજ શિક્ષણમંત્રી આનંદીબહેન પટેલને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા હતા. પરંતુ પૂરના કારણે તેમનો ખૂબ જ વિરોધ થયો હતો. જેથી નરેન્દ્ર મોદી અને આનંદીબહેન પટેલે આવવાની ના પાડી દીધી હતી.
તો હોમગાર્ડને પોલીસ કમિશનર બનાવવા જેવી વાત થઈ.
હાલમાં શૈક્ષણિક સંસ્થાનોમાં જે નિમણૂકો થઈ રહી છે, તે શૈક્ષણિક લાયકાતની જગ્યાએ પાર્ટીલાઇન પ્રમાણે થઈ રહી છે. મનોજ સોની પાસે એવી કોઈ શૈક્ષણિક લાયકાત નથી કે જેથી તેમની આ નિમણૂક યોગ્ય સાબિત થઈ શકે.
ડૉ. મનોજ સોની લગભગ 37 વર્ષની ઉંમરમાં સૌથી યુવા વાઇસ 2005માં ચાન્સેલર બન્યા હતા.એમ. એસ. યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકેની તેમની તેમની નિમણૂક ગેરવ્યાજબી રીતે થઈ હતી.
મનોજ સોનીએ સૌથી પહેલાં એમ. એસ. યુમાં લેક્ચરર તરીકે નાપાસ થતાં વિદ્યાનગર ગયા હતાં. વિદ્યાનગરથી સીધા તેઓ અહીં વાઇસ ચાન્સેલર બનીને આવ્યા હતા.
સરકારે શિક્ષણ, આરોગ્ય અને સૈન્ય ક્ષેત્રમાં રાજકારણ ઉમેરવું ન જોઈએ. શૈક્ષણિક સંસ્થાનોમાં નિમણૂક માટેના ધારાધોરણો ઊંચા હોવા જોઈએ. જેથી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી શકે. પણ સંઘ એવું માનતો નથી.
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની પ્રખ્યાત ફાઇન આર્ટ્સ ફેકલ્ટી વિવાદમાં આવી હતી અને કથિત રીતે હિંદુ દેવી-દેવતાઓનું ચિત્રાંકન થઈ રહ્યું હોવાને લઈને હોબાળો થયો હતો તથા વિદ્યાર્થીઓની ધરપકડ પણ થઈ હતી.
ડૉ.સોનીને વલ્લભ વિદ્યાનગરમાં એક વર્ષ પણ પુરુ થાય તે પહેલા મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડે 1949માં સ્થાપેલી એમએસયુના વાઇસ ચાન્સેલર બનાવવામાં આવ્યા હતા. 2005માં ડૉ.મનોજ સોની જ્યારે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિમણુંક કરાઇ ત્યારે તેમની પસંદગી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તેમની નિકટતાના કારણે થઇ હોવાનું માનવામાં આવતું હતું.
તેમના ત્રણ વર્ષના કાર્યકાળમાં વિવિધ મુદ્દાઓ પર વિદ્યાર્થી નેતાઓ દ્વારા અનેક આંદોલનો કરવામાં આવ્યા હતા.
એમએસયુમાં લેક્ચરર તરીકે પણ ડૉ..સોનીની પસંદગી થઇ ન હતી. ડૉ.સોનીએ એમએસયુને ભાજપનો અડ્ડો બનાવ્યો હતો. ભાજપને પૂછ્યા વિના એક પણ નિમણૂક કરવામાં આવતી ન હતી. લેક્ચરર સ્તરની વ્યક્તિ પ્રોફેસરની પસંદગી માટે ઇન્ટરવ્યુ માટે બેસે છે ત્યારે તે કેવું લાગે છે.
ડૉ.સોનીએ 2002ના બેસ્ટ બેકરી કેસના દોષિતોના પરિવારના સભ્યોને નોકરી અને રહેવા માટે ક્વાર્ટર્સ આપ્યા હતા.
2007માં જ્યારે તેમણે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના કાર્યકારી ડીન પ્રોફેસર શિવાજી પાણિકકરને કેમ્પસમાં વાર્ષિક મૂલ્યાંકન શોમાં આંધ્રપ્રદેશના એક વિદ્યાર્થીનું સમર્થન કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા, વિદ્યાર્થી ચંદ્ર મોહને જે પેઇન્ટિંગ્સ બનાવ્યા હતા હિન્દુ સમાજના અપમાન સમાન હતા, એવું સોની માની બેઠા હતાં.
2006માં વીસી દ્વારા રચાયેલી કમિટીએએ કેમિસ્ટ્રી વિભાગના વડા સુરેખા દેવીને સાયન્સ ફેકલ્ટીના ડીન તરીકે નિયુક્ત કરવાનું સૂચન કર્યું હતું. સામાન્ય રીતે સિન્ડિકેટ આ ભલામણને મંજૂરી આપે છે. જો કે તેને કોઇ કારણ આપ્યા વગર ફગાવી દેવામાં આવી હતી.
હોસ્ટેલના વોર્ડન અને રેક્ટરની પસંદગી તેમના આરએસએસ તરફી ઝુકાવ અને ભગવા બ્રિગેડમાંથી કરવામાં આવતી હતી.
વાઇસ ચાન્સેલર તરીકે બીજી ટર્મ મળી ન હતી. વીસીની સર્ચ પેનલમાં સામેલ આઈઆઈએમ-એના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રો.બકુલ ધોળકિયાએ ડૉ.સોનીને બીજી ટર્મ મળે તેનો વિરોધ કર્યો હતો.
ડૉ.સોની જશભાઈ સાહેબજી અને મોદીની નજીક છે.
ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકેનો તેમનો કાર્યકાળ પણ વિવાદાસ્પદ રહ્યો હતો.
શૈક્ષણિક હોદ્દા પર કેટલાક લોકોની નિમણૂક કરવાના તેમના પગલા સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો. ગુજરાત હાઈકોર્ટમાં શૈક્ષણિક હોદ્દાઓ પર નિમણૂકોને પડકારતી પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. ડૉ.સોની સામે લેખિત ફરિયાદ થઈ હતી. તેની તપાસ ન થઈ.