ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્એયો છે. પહેલા રોજના સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 15 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે છેલ્લા 4 દિવસથી 1000થી પણ વધારે કેસ આવી રહ્યા છે. આજે તો રેકોર્ડ બ્રેક 1081 નવા દર્દીઓ નોંધાયા હતા. જો કે સામે પક્ષે 782 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં આજના દિવસમાં કુલ 13944 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 214.52 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. આજ રોજ રાજ્યનાં 22 લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 13,944 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિદિન 214.52 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,20,662 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજ રોજ રાજ્યમાં 1081 દર્દી રાજ્યનાં વિવિધ જિલ્લામાં નોંધાયેલા છે. આજ રોજ 782 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે.