એક તરફ કોરોનાના કોસ વધી રહ્યા છે તો બીજી તરફ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આવતીકાલ 26 એપ્રિલથી રાજ્યમાં આવેલી દુકાનો ખોલવાનો આદેશ આપ્યો છે. તેના એક દિવસ પહેલા ગુજરાતમાં કોરોના પોઝિટિવનો રેકોર્ડ બ્રેક આંકડો 3071ને પાર કરી ગયો છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોના પોઝિટિવના 256 નવા કેસ આવ્યા છે અને વધુ 6 લોકોના મોત સાથે મૃત્યુઆંક 133 પર પહોચી ગયો છે.
આ ઉપરાંત કચ્છમાં 6 (1 મોત), મહેસાણા 7, ગીર સોમનાથ-પોરબંદરમાં 3- 3, પંચમહાલમાં 17 (2 મોત), પાટણમાં 16 (1 મોત), છોટા ઉદેપુર 13, જામનગર-મોરબીમાં 1( 1 મોત)-1, સાબરકાંઠામાં 3, આણંદમાં 41, દાહોદમાં 4, ભરૂચમાં 29 (2 મોત), બનાસકાંઠામાં 27, ગાંધીનગર 23 (2 મોત), ખેડા 5 (1 મોત), બોટાદ 12 (1 મોત), નર્મદા 12 કેસ, અરવલ્લી 18 (1 મોત), મહિસાગર 10 કેસ, નવસારી 2, તાપી 1, સુરેન્દ્રનગર 1, ડાંગ 1 કેસ આમ ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસ 3071 પર પહોચી ગયો છે.