Gujarat Crime : ગુજરાત પોલીસ એક્શનમાં: 7612 ગુનાહિત તત્વોની યાદી તૈયાર, ટૂંક સમયમાં થશે કાર્યવાહી
Gujarat Crime : અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોની વધતી હરકતોના પગલે રાજ્ય પોલીસ હવે હરકતમાં આવી છે. ગુજરાતના પોલીસ વડાના સ્પષ્ટ આદેશ બાદ, રાજ્યભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કાર્યવાહી શરૂ થઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અસામાજિક તત્વોની ઓળખ કરી, તેમની એક વિશિષ્ટ યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં કુલ 7612 ગુનાહિત ઇસમો સામેલ છે.
અસામાજિક તત્વો સામે પોલીસની ખાસ યોજના
ગુજરાત પોલીસ વડાના આદેશ મુજબ, રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી માટે તહેવાર પૂર્વે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ યાદીમાં સામેલ છે:
3,264 બુટલેગરો
516 જુગાર સાથે સંકળાયેલા લોકો
2,149 ગુનાહિત શારીરિક હિંસાના આરોપી
958 મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો
179 માઇનર કિસ્સા
545 અન્ય અસામાજિક તત્વો
આ તમામ લોકો પર વોચ રાખવા ઉપરાંત, ગેરકાયદેસર દબાણો, અનધિકૃત વીજ જોડાણો, શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને ગેરકાયદેસર સંપત્તિના સ્ત્રોતો અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવશે.
રાજ્યભરમાં કડક કાર્યવાહી શરૂ
7612 ગુનાહિત ઇસમોની ઓળખ પછી, મોટા શહેરો અને જિલ્લાઓમાં પોલીસ એક્શન વધારાયો છે.
અમદાવાદમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરામાં 2, સુરતમાં 7 અને મોરબીમાં 12 ઇસમો વિરુદ્ધ P.A.S.A. (પ્રિવેન્ટિવ ડિટેન્શન) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
કુલ 10 ઇસમોને હદપારી કરાયા છે.
724 ગુનાહિત ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.
16 ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યા છે.
81 ગેરકાયદેસર વીજ કનેક્શન હટાવવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં વધુ કડક પગલાં
પોલીસ દ્વારા આગામી દિવસોમાં 100 P.A.S.A., 120 હદપારી, 265 અટકાયતી કાર્યવાહી, 200 ગેરકાયદેસર મકાન તોડવાની કામગીરી અને 225 ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવાની કામગીરી હાથ ધરાશે.
પોલીસનું સ્ટ્રેટેજિક એક્શન:
નાઈટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન તેજ કરવામાં આવશે.
શંકાસ્પદ વાહનોની તપાસ અને જાહેર સ્થળોએ પેટ્રોલિંગ વધારાશે.
ગુનાહિત ઇસમો જામીન પર મુક્ત થયા બાદ શરતોનું ઉલ્લંઘન કરતા હોવ તો તેમના જામીન રદ્દ કરવામાં આવશે.
ગુજરાત પોલીસની આ દ્રઢ કાર્યવાહી ગુનાહિત તત્વોને કાબૂમાં રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવશે. રાજ્યભરમાં શાંતી જાળવવા માટે પોલીસની ગૂંડાગીરી અને અસામાજિક તત્વો સામેની ઝુંબેશ ચાલુ રહેશે.