Gujarat DGP Vikas Sahay extension: આજે વયનિવૃત્ત થવાના હતા 1989 બેચના IPS અધિકારી
Gujarat DGP Vikas Sahay extension: ગુજરાતના વર્તમાન DGP અને 1989 બેચના સીનીયર IPS અધિકારી વિકાસ સહાયને રાજ્ય સરકારે સત્તાવાર રીતે 6 મહિના માટેનો કાર્યકાળ વધાર્યો છે. તેઓ 30 જૂન, 2025ના રોજ નિવૃત્ત થવા જઇ રહ્યાં હતાં, પરંતુ હવે તેઓ આગામી ડિસેમ્બર સુધી રાજ્યના પોલીસ વડા તરીકે કામગીરી યથાવત રાખશે.
વિદાય સમારંભ તૈયાર, પરંતુ નિર્ણય મોડે આવ્યો
સોમવારના રોજ વિકાસ સહાયને વિદાય આપવા માટે પોલીસ ભવન ખાતે તમામ તૈયારી થઈ ગઈ હતી. ગાર્ડ ઓફ ઓનર, પોલીસ બેન્ડ અને સ્ટાફ હાજર હોવા છતાં, છેલ્લી ઘડી સુધી કોઈ સત્તાવાર લેટર ન આવતાં વિદાય સમારંભ અટકાવ્યો પડ્યો. ઓફિસ છોડતી વખતે સહાયે માત્ર એટલું જ કહ્યું: “ઓર્ડરની રાહ જોઈશું.”
દિવસભર અટકળો, સાંજે જાહેરાત
દિવસભર અલગ અલગ સ્તરે ચર્ચા ચાલી રહી હતી કે તેમને 3 કે 6 મહિનાનું એક્સટેન્શન મળશે. આખરે, રાત્રે સરકારે સ્પષ્ટતા કરતા જાહેર કર્યું કે સહાયને આખા છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આ નિર્ણય સાથે જ નવા DGP કોણ બનશે તે અંગેની અટકળો પણ હાલ માટે અટકી ગઈ છે.
અગાઉ પણ મળ્યું છે એક્સટેન્શન
ગુજરાતમાં અગાઉના DGP અધિકારીઓને પણ આવું એક્સટેન્શન મળતું રહ્યું છે. વિકાસ સહાયના નેતૃત્વમાં પોલીસ દળે ઘણી મહત્વની કામગીરી કરી છે અને આગામી છ મહિનામાં તેઓના અનુભવે વધુ યોગદાન આપવાનું ધાર્યું છે.
નિષ્ણાતોનું મંતવ્ય
આ નિર્ણયને કેટલાક નિષ્ણાતોએ રાજ્યમાં ચાલતી સંવેદનશીલ પ્રોસેસ અને સરકારની પોલીસીતિક સમજૂતીનો ભાગ ગણાવ્યો છે. તેમના નેતૃત્વ હેઠળ ઘણા મહત્વના મામલાઓનું નિરાકરણ આવ્યું છે.
વિકાસ સહાય હવે 31 ડિસેમ્બર, 2025 સુધી પોલીસ વડા તરીકે યથાવત રહેશે. આ નિર્ણય પોલીસ વિભાગ અને રાજ્ય માટે સતત કામગીરી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.