દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીએ પ્રાંતિજમાં જનસંવાદને સંબોધિત કર્યો.
ગુજરાતના લોકો કેજરીવાલજી જેવી શાળાઓ બનાવાનું વિચારી લેશે તો ઝાડુંનું બટન દબાવશે અને પછી શાળાઓ તો બની જશે: મનીષ સિસોદિયા
આજે ગુજરાતમાં પણ અવાજ ઉઠવા લાગ્યો છે કે, અમને પણ કેજરીવાલજીની રાજનીતિ જોઈએ છેઃ મનીષ સિસોદિયા
ગુજરાતના લોકો કહેવા લાગ્યા કે કેજરીવાલજી જેવી શાળા જોઈએ છે તો, અમિત શાહજી 27 વર્ષમાં પહેલીવાર સરકારી શાળામાં પહોંચ્યા હતાઃ મનીષ સિસોદિયા
તેઓ કેજરીવાલજીથી ડરતા નથી, તેઓ કેજરીવાલજી દ્વારા બનાવેલી શાળાઓથી ડરે છેઃ મનીષ સિસોદિયા
પરિવર્તનની રાહ જોતા 27 વર્ષ થઈ ગયા, આટલા વર્ષોમાં મુખ્યમંત્રી બદલાયા પણ, જે બદલાયું નથી તે આપણી શાળાઓ અને હોસ્પિટલો છેઃ મનીષ સિસોદિયા
દિલ્હીમાં તમારા સંબંધીને પૂછવું કે કેજરીવાલજીએ કામ કર્યું છે કે નહીં? પછી મત આપજો : મનીષ સિસોદિયા
ગ્રેજ્યુએશન થયા પછી, છોકરાઓ ઘણા વર્ષો સુધી તૈયારી કરે છે અને રાજકારણીના દલાલો મળીને પેપર લીક કરે છે અને તે પછી તેઓ કહે છે કે અમે શું કરીએ?: મનીષ સિસોદિયા
અમદાવાદ/પ્રાંતિજ/ગુજરાત
આમ આદમી પાર્ટીના દિલ્હી ના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી તેમની છ દિવસની મુલાકાત અંતર્ગત આજે અમદાવાદ આવ્યા છે. મનીષ સિસોદિયાજી સવારે 8.00 વાગ્યે એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત સેંકડો કાર્યકરોએ મનીષ સિસોદિયાજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મનીષ સિસોદિયાજી પહેલાં સાબરમતી આશ્રમ ગયા જ્યાં પૂજ્ય બાપુનાં આર્શીવાદ લીધા. એ બાદ મનીષ સિસોદિયાજી હિંમતનગર જવા રવાના થયા. હિમ્મતનગર પહોંચ્યા બાદ મનીષ સિસોદિયાજી ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રામાં જોડાયા. યાત્રા બાદ મનીષ સિસોદિયાજી તલોદ પહોંચ્યા હતા અને ત્યાં જન સંવાદ કાર્યક્રમમાં તલોદની જનતાને સંબોધિત કરી હતી. તલોદ બાદ મનીષ સિસોદિયાજી પ્રાંતિજ પહોંચ્યા હતા અને ત્યાં પણ જન સંવાદ કાર્યક્રમમાં પ્રાંતિજની જનતાને સંબોધિત કરી હતી.
ગુજરાતના લોકો કેજરીવાલજી જેવી શાળાઓ બનાવાનું વિચારી લેશે તો ઝાડુંનું બટન દબાવશે અને પછી શાળાઓ તો બની જશે: મનીષ સિસોદિયા
દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીએ પ્રાંતિજમાં જનસંવાદને સંબોધતા કહ્યું કે, પરિવર્તનની આ પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં બધે અવાજ ઉઠી રહ્યો છે કે હવે પરિવર્તનની જરૂર છે, હવે પરિવર્તનની જરૂર છે, પરિવર્તનની રાહ જોતા હવે 27 વર્ષ થઈ ગયા છે. આટલા વર્ષોમાં મુખ્યમંત્રી બદલાયા છે, નેતાઓ બદલાયા છે પણ જે બદલાયું નથી તે આપણી શાળાઓ છે. શાળાઓ નથી બદલાઈ, હોસ્પિટલો નથી બદલાયા, વીજળીના બિલ નથી બદલાયા, પેપર ફૂટવાનું નથી બદલાયું, રોજગાર નથી અપાયો, મોંઘવારીની હાલત નથી બદલાઈ. જેમ તમે લોકો માનવા લાગ્યા કે પરિવર્તન જરૂરી છે ત્યારથી ભાજપે પણ પરિવર્તનનું ચક્ર ચલાવવાનું શરૂ કર્યું. ભાજપના ઈતિહાસમાં તેમણે ત્રણ વખત મુખ્યમંત્રી બદલ્યા છે. તેમણે મુખ્યમંત્રી બદલવા પડ્યા કારણ કે પ્રાંતિજના ભાઈ-બહેનો હવે કહેવા લાગ્યા કે અમને કેજરીવાલજી જેવી શાળા જોઈએ છે. કેજરીવાલજીએ જે રીતે દિલ્હીમાં શાળાઓ બનાવી છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ બનાવવી જોઈએ. તેઓ કેજરીવાલજીથી ડરતા નથી, તેઓ કેજરીવાલજી દ્વારા બનાવવામાં આવેલી શાળાઓથી ડરે છે. જો ગુજરાતના લોકો કેજરીવાલજીની જેમ શાળાઓ બનાવવાનું વિચારી લેશે તો ઝાડુંનું બટન દબાવશે અને પછી શાળાઓ તો બની જશે.
ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર નથી પરંતુ ડબલ ચોરીની સરકાર છેઃ મનીષ સિસોદિયા
જ્યારે કોઈ માણસ નાહવા માટેનો સાબુ ખરીદવા જાય છે ત્યારે તેના પર ટેક્સ આપીને આવે છે. ઘરમાં ચા બનાવવા માટે ચાની પત્તી, મીઠું અને દૂધ ખરીદીને લાવે છે, તેના પર પણ ટેક્સ ભરીને આવે છે, એવું નથી કે તે મફતમાં માંગે છે. સામાન્ય માણસ આ ટેક્સ કેમ આપે છે? મીઠા પર ટેક્સ છે, દૂધ પર ટેક્સ છે, દહીં પર ટેક્સ છે, સાબુ પર ટેક્સ છે, નાહવાથી લઇને રાતની વીજળીની સ્વીચ ઓન કરે છે તેના પર ટેક્સ આપે છે, તમે રાત્રે ઇલેક્ટ્રિક બલ્બ બંધ કરીને સુઈ જાઓ છો, પરંતુ પંખો ચાલુ હોય તો પણ સરકાર તમારી પાસેથી ટેક્સ વસુલે છે, એવું ન વિચારતા કે તમે ક્યારેય સરકારને ટેક્સ નથી આપતા. અહીં બેઠેલો દરેક વ્યક્તિ, ગરીબથી ગરીબ વ્યક્તિ સરકારને ટેક્સ ભરે છે અને તેના બદલે અમારે સરકારને કહેવું છે કે, મારા બાળકોને સારી સરકારી શાળાઓ આપો, તે ભીખ નથી માંગી રહ્યો, તે પોતાનો અધિકાર માંગી રહ્યો છે. અહીં બેઠેલો સૌથી ગરીબથી ગરીબ માણસ ટેક્સ ભરે છે અને તેના બદલામાં જો તે સરકારને કહે છે કે મારે હોસ્પિટલ જોઈએ છે તો સરકાર તેમના પર કોઈ ઉપકાર નથી કરી રહી, તેનો હક છે અને તેથી જ તે ટેક્સ ભરી રહ્યો છે. આ લોકો કહી રહ્યા છે કે, મફત ની રેવડી, મફતની રેવડી આપીને સરકારને લૂંટી લેશે. લોકો અમને કહેતા હતા કે તમે મોટી મોટી વાત કરો છો, પણ પૈસા ક્યાંથી લાવશો? પરંતુ અમે ટેક્સના પૈસા ઈમાનદારીથી ખર્ચવાનું શરૂ કર્યું તો કોઈ પણ નવો ટેક્સ લગાવ્યા વિના પહેલા 30000 કરોડનો ટેક્સ જમા થતો હતો, હવે તે 75000 કરોડ જમા થાય છે. અમે ઈમાનદારીથી ટેક્સ વસૂલ્યો અને ચોરી અટકાવી. અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર નથી પરંતુ ડબલ ચોરીની સરકાર છે.
ગુજરાતના લોકો કહેવા લાગ્યા કે કેજરીવાલજી જેવી શાળા જોઈએ છે તો, અમિત શાહજી 27 વર્ષમાં પહેલીવાર સરકારી શાળામાં પહોંચ્યા હતાઃ મનીષ સિસોદિયા
અમિતશાહજી ને તમે ક્યારથી ઓળખો છો? તમે 27 વર્ષથી ભાજપને જોઈ રહ્યા છો. શું તમે ક્યારેય જોયું છે કે અમિત શાહજી શાળાએ જતા હોય એવો ફોટો આવ્યો હોય. જ્યારે તમે કહ્યું કે આ વખતે જે શાળા બનાવનાર પાર્ટીને અમે વોટ આપવાનાં છીએ ત્યારે અમિત શાહજી દિલ્હીથી દોડતા-દોડતા આવ્યા હતા. એક શાળામાં ફોટો પડાવ્યો અને કહ્યું મિત્રો, હું પણ શાળા બનાવું છું. અત્યારે તો અરવિંદ કેજરીવાલજીની રાજનીતિનાં પગ પડ્યા છે. જે દિવસે જનતા એ અરવિંદ કેજરીવાલજીને વોટ આપી દીધો , જે દિવસે અરવિંદજીને એક મોકો આપી દીધો એ દિવસે અમિતજી શાળામાં જશે અને કહેશે કે મારે ભણવું પડશે, અને આ થશે. તમે ક્યારેય અમિત શાહજીનો એવો ફોટો જોયો છે કે કોઈ જગ્યાએ સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું હોય? કોઈ સ્કૂલના રૂમમાં ગયા હોય? નહીં જોયા હોય, પરંતુ અરવિંદ કેજરીવાલજીનાં ડરથી પહેલીવાર અમિતજી શાળાએ ગયા અને ત્યાં ફોટો પડાવ્યો અને સોશિયલ મીડિયા પર મૂક્યો, પરંતુ કમનસીબે ત્યાં કોઈ બાળકો હતા જ નહીં. રાજનીતિ બદલવાની તાકાત કેજરીવાલજી પાસે જ છે.
ગ્રેજ્યુએશન થયા પછી, છોકરાઓ ઘણા વર્ષો સુધી તૈયારી કરે છે અને રાજકારણીના દલાલો મળીને પેપર લીક કરે છે અને તે પછી તેઓ કહે છે કે અમે શું કરીએ?: મનીષ સિસોદિયા
ગ્રેજ્યુએશન થયા પછી, છોકરાઓ ઘણા વર્ષોથી તૈયારી કરે છે. એક છોકરો ગ્રેજ્યુએશન થયા પછી ઘણા મહિનાઓ, ઘણા વર્ષો સુધી તૈયારી કરે છે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં બેસીને, અને તે પછી નેતાના દલાલો પેપર લીક કરે છે અને તે પછી તેઓ કહે છે કે અમે શું કરીએ? ઇસુદાનભાઈ પત્રકારત્વ છોડીને અહીં આવ્યા છે કારણ કે, તેમના હૃદયમાં દર્દ છે, નોકરી માટે રડતા લોકોને તેમણે પત્રકાર તરીકે જોયા છે. એ ગુસ્સો તેમને નોકરીમાંથી કાઢીને અહીં લાવ્યો છે. તેને ઠીક કરવા તેઓ રાજકારણમાં આવ્યા છે.
દિલ્હીમાં તમારા સંબંધીને પૂછવું કે કેજરીવાલજીએ કામ કર્યું છે કે નહીં? પછી મત આપજો : મનીષ સિસોદિયા
તમે કેજરીવાલજી પર વિશ્વાસ કરો, ઇસુદાન ગઢવીજી પર વિશ્વાસ કરો. હું આ કહીને જઈ રહ્યો છું કે, કેજરીવાલ જી પર ભરોસો ન કરો, મારા પર વિશ્વાસ ન કરો, ઇસુદાન ભાઈ પર વિશ્વાસ ન કરો, પરંતુ દિલ્હીમાં તમારા કોઈ સંબંધી પર વિશ્વાસ કરો અને તેમને પૂછો કે કેજરીવાલજીએ કામ કર્યું છે કે નહીં? પછી મત આપજો. ભાજપે શું કર્યું તે માટે સ્વજનોને પૂછવાની જરૂર નથી. તમારું ઘર જુઓ, તમારા ખેતરો જુઓ, તમારા પશુઓ જુઓ, તમારા બાળકોને જુઓ, તમને ખબર પડશે કે ભાજપે તમારા માટે શું કર્યું છે? કેજરીવાલજીએ દિલ્હી માટે શું કર્યું? પંજાબ માટે શું કર્યું? કોઈને એકને ફોન કરીને પૂછી લેજો.
આજે ગુજરાતમાં પણ અવાજ ઉઠવા લાગ્યો છે કે, અમને પણ કેજરીવાલજીની રાજનીતિ જોઈએ છેઃ મનીષ સિસોદિયા
હવે લોકો કેજરીવાલજી પર વિશ્વાસ કરવા લાગ્યા છે. આજે ગુજરાતમાં પણ આ જ અવાજ ઉઠવા લાગ્યો છે કે અમને પણ કેજરીવાલજીની રાજનીતિ જોઈએ છે. કેજરીવાલજીએ કહ્યું કે અમે શાળાને ઠીક કરીશું, 5 વર્ષથી વધુ સમય નહીં લાગે, હોસ્પિટલને ઠીક કરવામાં 5 વર્ષથી વધુ સમય નહીં લાગે અને સરકાર બનતાની સાથે જ પેપર લીક થવાનું બંધ થઈ જશે, તેના માટે તો 5 દિવસની પણ જરૂર નથી, 5 કલાક અંદર, અમે એવી વ્યવસ્થા કરીશું કે આગામી પેપર લીક નહીં થાય.
પ્રાંતિજમાં આમ આદમી પાર્ટીના ‘બસ, હવે પરિવર્તનની જોઈએ’ના જનસંવાદ દરમિયાન દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સાથે આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા.