રાજ્યમાં અવાર નવાર સરકારી નોકરીઓ માટે લેવાતી પરીક્ષામાં મોટા છબરડા બહાર આવતા હોય છે. સરકારી નોકરીઓ હવે છબરડાનો પર્યાય બની ચૂકી છે. ત્યારે ફરી એકવખત રાજ્ય લજવાય તેવી એક ઘટના સામે આવી છે. આજે GPSCની PSIની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈ વિવાદ સામે આવ્યો છે. PSIની પ્રેક્ટિકલ પરીક્ષામાં ઉમેદવારોની દોડ માપવા માટે એક ચીપ લગાવવામાં આવે છે, પરંતુ પ્રેક્ટિકલમાં ઉમેદવારોની ચીપ બંધ હોવાનું સામે આવતા મોટો હોબાળો થયો છે.
આજે ગાંધીનગરમાં પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરાયું હતું. આજે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં PI માટે ભરતીની પરીક્ષા ચાલતી હતી. ત્યારે સવારે છ કલાકે ફિઝીકલ ટેસ્ટમાં વિદ્યાર્થીઓને બે રાઉન્ડ દોડાવ્યાં બાદ તેમને અટકાવવામાં આવ્યાં હતાં. જે બાદ જાણ થઇ કે ટેક્નિકલ એરરને કારણે સેન્સર બંધ થઇ ગયા હતાં. ગાંધીનગરમાં બનેલી ઘટના બાદ GPSCના ચેરમેન દિનેશ દાસાનો ખુલાસો સામે આવ્યો છે.
વધુમાં GPSCના ચેરમેન દિનેશ દાસએ આ અંગેની ટ્વિટર પર માહિતી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, આજે પહેલી બેચમાં બીજા રાઉન્ડ દરમિયાન ટેક્નિકલ એરરને કારણે સેન્સર બંધ થઇ ગયા હતાં. આ એરર બાદ અમે વિદ્યાર્થીઓને બે ઓપશન આપ્યાં હતાં. જેમાં એક હતું કે, વિદ્યાર્થીઓ એક કલાક બાદ ફરીથી પરીક્ષા આપે. બીજી ઓપ્શનમાં 30મી તારીખે આવીને ફરીથી પરીક્ષા આપે.
આ અંગે વિદ્યાર્થીઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, આ ટેક્નિકલ એરરમાં જીપીએસસી પહેલાથી તકેદારી રાખી શક્યાં હોત. પરંતુ આ ટેક્નિકલ એરરને બાદ અધિકારીઓને અમને ઘણો સપોર્ટ કર્યો છે. પરંતુ જે લોકો બીજી જગ્યાથી આવ્યાં હોય તેમને થોડી તકલીફ થાય છે.