સમગ્ર દેશમાં 2009થી શિક્ષણ મેળવવાનો કાયદો અમલી બનાવાયા બાદ ગુજરાતે મોડે મોડે 2011થી તેનો અમલ કર્યો હતો. કાયદાને 10 વર્ષ થઈ ગયા હોવા છતાં ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમાં તેનો અમલ કરાવના ઈચ્છતાં નથી. આ કાયદાની એવી જોગવાઈ છે કે શિક્ષકો પીટીસી થયેલાં હોવા જોઈએ. આવી લાયકાત ન ધરાવતાં હોય એવા ગુજરાતમાં 8680 શિક્ષકો છે. જેમની સામે ગુજરાત સરકાર હજુ સુધી પગલાં લીધા નથી કારણ કે ગુજરાતમાં મોટાભાગની ખાનગી શાળાઓ સાથે ભાજપના નેતાઓ જોડાયેલા છે. તેથી સમગ્ર દેશમાં શિક્ષણમાં ગુજરાતનું સ્થાન 12માં નંબર પર આવે છે. રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ-2009 મુજબ યોગ્ય ઠરતા નથી એવા 8680 બિનતાલિમી શિક્ષકો છે. જેમને માર્ચ 2019 સુધીમાં નોકરી પરથી દૂર કરવા કહી દેવામાં આવ્યું છે. તેઓ શિક્ષક તરીકેના પ્રોફેશનલ કોર્સ જેવા કે બીએડ, પીટીસી, બેચલર – ડિપ્લોમા ઈન એલિમેન્ટરી એજ્યુકેશન વગેરે લાયકાત ધરાવતાં નથી.
વળી, હાલ જે શિક્ષકો ફરજ બજાવે છે તેમણે ધોરણ 12માં 50 ટકા મેળવેલાં હોવા ફરજિયાત છે. નહીંતર તે શિક્ષક તરીકે લાયક નથી.
40 ટકા બાળકોને તો વાંચતાં નથી આવડતું
સરકારે આ અંગે સરવે કર્યો ત્યારે એવું બહાર આવ્યું હતું કે, શિક્ષકો લાયક ન હોવાના કારણે ગુજરાતમાં માત્ર 58.78 ટકા વિદ્યાર્થીઓ વાર્તાની ચોપડીઓ, સમાચારોના મથળા અથવા જાહેરાત વાંચી શકે છે. મતલબ કે 40 ટકા બાળકોને તો વાંચતાં નથી આવડતું. જ્યારે શિક્ષકોતો માત્ર 8680 જ છે. તેનો સીધો મતલબ કે વિદ્યાર્થીને વાંચતા નથી આવડતું એવા વિદ્યાર્થી માટે સરકાર પોતે અને 50 ટકા શિક્ષકો જવાબદાર છે.
શિક્ષકોને દંડની જોગવાઈ
એપ્રિલથી કોઈ શાળામાં આવા શિક્ષકો પકડાશે તો શાળાને પહેલા ગુના બદલ રૂ.10 હજારનો દંડ અને બીજા ગુના માટે દરેક શિક્ષક દીઠ રૂ.25 હજાર દંડ કરાશે.
કેન્દ્ર સરકારે ગુજરાતને આવા શિક્ષકો સામે પગલાં લેવાનું કહ્યું હોવા છતાં બે વર્ષથી ગુજરાતનું શિક્ષણ વિભાગ કોઈ પગલાં લેતુ નથી. કેન્દ્ર સરકારે આ માટે નેશનલ ઇન્ટીટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS)નો એક ઓનલાઈન કોર્ષ કરવાનું કહ્યું હતું.
ગુજરાતમાં 25 હજાર શિક્ષકો બેકાર થશે
એ એક કોર્ષ તૈયાર કર્યો હતી. જેનું નામ ડિપ્લોમા ઈન એલિમેન્ટ્રી એજ્યુકેશન રાખવામાં આવ્યું છે. જેમાં 14.97 લાખ અરજીઓ આવી હતી. જેમાં 12 લાખ બિનતાલીમી શિક્ષકો જે 9.25 લાખ પ્રાઈવેટ સ્કુલોમાં ભણાવે છે, જ્યારે 3.53 લાખ શિક્ષકો સરકારી સ્કુલોમાં ભણાવે છે. બિહારમાં 2.8 લાખ, ઉત્તર પ્રદેશમાં 1.95 લાખ, મધ્યપ્રદેશમાં 1.91 લાખ અરજી આવી હતી. તો ગુજરાતમાં કેટલી અરજી કરી હતી જેની વિગતો ગુજરાત સરકારે જાહેર કરી નથી. પણ એક અનુમાન પ્રમાણે 25 હજારથી વધું આવા શિક્ષકો હોઈ શકે છે. જે બેકાર થશે.
110 પીટીસી કોલેજ
બે વર્ષના અભ્યાસક્રમ માટે પીટીસીના નામે અગાઉ ઓળખાતી ડિગ્રી હવે ડિપ્લોમા ઇન એલિમેન્ટ્રી એજ્યુકેશન (D.El.Ed.)ના નામે ઓળખાય છે. ગુજરાતમાં 110 પીટીસી કોલેજો આવેલી છે. બન્ને વર્ષના થઇ કુલ 5,100 જેટલા તાલીમાર્થીઓ છે.
20 હજાર શિક્ષકોની જગ્યા ખાલી
ગુજરાત રાજ્યમાં કુલ 20,800 જગ્યા ખાલી છે. જેમાં ગણિત-વિજ્ઞાનના 8,818, ભાષાના વિષયોના 6,999 અને સામાજિક વિજ્ઞાનના 4988 શિક્ષકોની જગ્યા ખાલી છે. ત્યારે મોદી સરકાર અને રૂપાણી સરકાર શિક્ષણકનું કેવું પતન નોતરી રહ્યાં છે તે અહીં જોવા મળે છે. ધોરણ 6થી 8માં કુલ 80,811 શિક્ષકો મંજૂર થયેલા હતા, જેમાં 2018માં 60,011 જગ્યા ભરેલી હતી. 20,800 જગ્યા રાજ્યમાં ખાલી હતી. ગણિત-વિજ્ઞાન ભાષા અને સામાજિક વિજ્ઞાના વિષય નિષ્ણાતો ની જગ્યા નોંધપાત્ર પ્રમાણમાં ખાલી હોય ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા લથડી છે.
ભાગાકાર આવડતાં નથી
ઉચ્ચતર પ્રાથમિકમાં સૌથી ખરાબ સ્થિતિ ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની છે. રાજ્યમાં ગણિત-વિજ્ઞાન વિષયના 8,818 શિક્ષકોની ઘટ છે. શાળાઓમાં એક શિક્ષકને અનેક વિષયો ભણાવવા પડે છે. સામાજિક વિજ્ઞાનના શિક્ષકને ગણિત, વિજ્ઞાન જેવા વિષયો શિક્ષકની અછતના કારણે ભણાવવા પડે છે.
5 હજાર શાળાઓમાં આચાર્ય નથી
5 હજાર જેટલી શાળાઓ અને પેટા શાળાઓમાં આચાર્યોની જગ્યા પણ ખાલી જોવા મળી રહી છે. શાળા વ્યવસ્થાપન સમિતિઓ પણ માત્ર કાગળો પર ચાલતી હોય છે. ગામના પાંચથી સાત વરીષ્ઠ વ્યક્તિઓના નામ પસંદ કરીને તેમને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો કે અધ્યક્ષ બનાવી દેવામાં આવતા હોય છે.
સુવિધા નથી
પાયાની જરૂરીયાત ઉભી કરવામાં ઉણી ઉતરી રહી છે અને ઉત્સવો કરવામાં વધુ રસ દાખવે છે. શાળાઓમાં ઓરડાઓની, જાજરૂ, બાથરૂમ, પાણી તેમજ કોમ્પ્યુટર, શૈક્ષણિક સાધનો જેવી સુવિધાનો અભાવ તરીને બહાર આવ્યો છે. રાજ્યની અંતરિયાળ વિસ્તારની ઘણી શાળાઓમાં એક વર્ગમાં બેથી ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને સાથે બેસાડવામાં આવે છે.