ગાંધીનગર:- ગુજરાતમાં ભાટ ગામે ભાજપના ગૌરવયાત્રાના સમાપન સંમેલનમાં રાજ્યભરમાંથી વિશાળ જનમેદની ઉમટી હતી. જેમાં નરેન્દ્ર મોદી સહીત બીજેપીના પ્રચારકોએ વિકાસની વાતો કહી “હું છું વિકાસ,હું છું ગુજરાત ” ના નારા સાથે વાતાવરણમાં વિકાસની હવા લહેરાતી જોવામળી જેને જનસમુદાયનું અદભુત સમર્થન મળ્યું ત્યારે વાંચો કોને શું કહ્યું
વિજય રૂપાણી :- રાજ્યના 25 લાખ ખેડૂતોને મળશે લાભ. ખેડૂતોને ઝીરો ટકાએ લોન અપાશે ભાજપ સરકાર કરોડો રૂપિયાનો બોજ ઉઠાવશે રાજ્ય સરકાર। ખેતીને મહત્વ આપતા મુખ્યમંત્રી એ કહ્યું હતું કે મગફળીમાં અવ્વલ છે ગુજરાત
અમિત શાહ:- બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહે નર્મદા યોજના અને વિકાસની વાતો કરવાની સાથે કોંગ્રેસની પેઢી ઉપર આકરા પ્રહાર કાર્ય હતા શાહે કહ્યું હતું કે જવાહરલાલ નહેરુ,ઇન્દિર ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી પેઢીથી રાજ કરતા આવ્યા છે પણ નર્મદા યોજનાનો અમલ આજ સુધી ના કરી શક્યા અને હવે રાહુલ ગાંધી ચૂંટણી સમયે ગુજરાત આવી વાતોના વળા કરી રહ્યા છે. અમેઠીનો વિશેષ ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું હતું કે આજે 70 વર્ષ પછી અમેઠીમાં કલેક્ટર ઓફીશ બની.
જીતુ વાઘની:- કૉંગ્રેશ પાર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે કૉંગ્રેશ પ્રોક્સી વોર બંધ કરી ભાજપનો સીધો સામનો કરે. કૉંગ્રેશ પાસે 2 લાખ કાર્યકર્તા પણ ભેગા કરવાની તાકાત નથી. ગૌરવયાત્રાની સફળતા માટે કહ્યું હતું કે ભાજપે સફળતા પૂર્વક ગૌરવ યાત્રા પૂર્ણ કરી. ગર્મીમાં તપતા તપતા પણ કાર્યકર્તાઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। ભાજપને વિશાળ નેતૃત્વ માંડ્યું। 149 વિધાનસભા ક્ષેત્રમાં ગૌરવયાત્રા દરમિયાન સભા ગજવાય
નરેન્દ્ર મોદી :- વિશાળ જનમેદનીને અનુલક્ષીને વડાપ્રધાને “કેશરીયાની લહેર ક્યારેય નથી જોઈ” તેમ કહી સભાની શરૂઆત કરી હતી। વિકાશની વાતો કરતા મોદી એ અમિત શાહની રણનીતિના વખાણ કર્યા હતા અને ઉત્તર પ્રદેશના પરિણામો બદલ અમિત શાહને મેન ઓફ થી મેચ થી સંબોધ્યા હતા. કોંગ્રેસને આડે હાથ લેતા મોદી એ જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર વિરોધીની સરકાર છે. રાહુલ અને સોનિયા ગાંધી પર ભ્રષ્ટાચારના કેસ ચાલે છે. 70 વર્ષના વિકાશની વાત કરતા મોદી એ કહ્યું હતું કે કૉંગ્રેસે માત્ર વિકાસની વાતો જ કરે છે વિકાસ કરી શકી નથી કૉંગ્રેસ વિકાશને ગાળો દે છે. અમને દલિત વિરોધી કે છે પણ આજે સૌથી વધારે દલિતો ભાજપ સાથે છે. વિકાસવાદ જીતશે અને વંશવાદ હારશે કહ્યું હતું કૉંગ્રેશને 8 નવેમ્બરે બ્લેક ડે મનાવાનો વારો આવશે તેમ પણ કહ્યું હતું