રાજ્યના MBBS કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. નવા શૈક્ષણિક સત્રથી ગુજરાતમાં 500 અને દક્ષિણ ગુજરાતમાં 200 નવી બેઠકો વધવા જઈ રહી છે. સરકારે આ નવી મેડિકલ કોલેજોને કાર્યરત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે જેથી વિદ્યાર્થીઓને નવા સત્રથી જ આ બેઠકો પર પ્રવેશ મળે..
ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાતમાં નવસારી અને રાજપીપળા સહિત પોરબંદર, ગોધરા અને મોરબી ખાતે નવી સરકારી મેડિકલ કોલેજ MBBS ખોલવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં ગુજરાત બોર્ડે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કર્યું છે. વિજ્ઞાન પ્રવાહના મોટાભાગના વિદ્યાર્થીઓનું પહેલું સ્વપ્ન MBBSમાં પ્રવેશ મેળવવાનું હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જાહેર કરેલી મેડિકલ કોલેજોને એમબીબીએસ કાર્યરત કરવા પ્રયાસો શરૂ કર્યા છે..
રાજ્ય સરકારે આ 5 નવી સરકારી મેડિકલ કોલેજો MBBS માટે વર્ગ 1 અને 2 ના 198 અધિકારીઓની ભરતી કરવાની જાહેરાત કરી છે. આ સાથે વર્ગ 3 અને 4 ના 1088 કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવશે. આ નવી સરકારી મેડિકલ કોલેજો માટે કુલ મળીને 3625 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. આ નિમણૂક મેડિકલ MBBSની પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા કરવામાં આવશે. જેથી નેશનલ મેડિકલ કાઉન્સિલ આ 5 કોલેજોમાં 500 નવી સીટોને મંજૂરી આપે. નવા સત્રમાં ગુજરાતના વિદ્યાર્થીઓને વધારાની 500 અને દક્ષિણ ગુજરાતમાં 200 બેઠકોનો ફાયદો છે. 500 નવી બેઠકોના વધારા સાથે ગુજરાતમાં MBBSની કુલ બેઠકો 6 હજારથી વધુ થશે..
આ વર્ષે મળશે લાભ:
સરકારે પ્રવેશ પહેલા નવી કોલેજો શરૂ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. જે માટે અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂંકના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. સ્ટાફની નિમણૂક થતાં જ નેશનલ મેડિકલ કમિશન સીટોને મંજૂરી આપશે. વિદ્યાર્થીઓને નવા સત્રથી જ નવી બેઠકોમાં પ્રવેશનો લાભ મળશે..
—-
MBBS દક્ષિણ ગુજરાતમાં MBBS બેઠકો:
નવી સિવિલ સુરત 250
સ્મીર સુરત 200
સેલવાસ 150
ભરૂચ 150
વલસાડ 150